એસ્સાર ગ્રુપનો પાયો નાંખનારા શશી રૂઇયાનું 26 નવેમ્બરે નિધન થયું હતું અને તેઓ 81 વર્ષના હતા. એસ્સાર ગ્રુપને ગ્લોબલ લેવલે પહોંચાડવામાં તેમનું મોટું યોગદાન રહ્યું હતું. આજે 25 દેશોમાં ગ્રુપનો બિઝનેસ ફેલાયેલો છે.
1969માં શશી રૂઇયાએ તેમના ભાઇ રવિ રૂઇયા સાથે મળીને ચેન્નઇમાં એસ્સાર ગ્રુપની સ્થાપના કરી હતી, તે વખતે એક નાની રીઅલ એસ્ટેટ કંપની હતી, પરંતુ શશી રૂઇયાએ બિઝનેસને એક ઉંચા મુકામે પહોંચાડ્યો. 2012માં શશી રૂઇયા દેશના સૌથી અમીર વ્યકિત હતા.
એસ્સાર ગ્રુપ આજે ટ્રાન્સપોર્ટ, સ્ટીલ, ટેલીકોમ, માઇનીંગ, પાવર જેવા અનેક બિઝનેસ સાથે સંકળાયેલી છે. શશી રૂઇયાની નેટવર્થ 2 અરબ ડોલરની હોવાનું કહેવાય છે. તેમને બે પુત્રો છે પ્રશાત અને અંશુમાન રૂઇયા. બનેં એસ્સાર ગ્રુપ સંભાળે છે.