fbpx

દુબઈ જવું સરળ નહીં હોય, જવાનું-રહેવાનું બન્યું અઘરું, સરકારે નિયમો બદલ્યા

Spread the love

આજકાલ દુબઈ જવું એ ભારતીયો માટે સામાન્ય બની ગયું છે. દુબઈ એ દેશોમાં સામેલ છે જે લોકો રજાઓ દરમિયાન ત્યાં ફરવા જવાને લઈને તેને પ્રાથમિકતા આપે છે. પરંતુ હવે દુબઈની મુસાફરી કરવી એટલી સરળ નહીં હોય. ખાસ કરીને એવા લોકો માટે કે જેઓ તેમના પરિવાર સાથે ત્યાં રહેવાનું આયોજન કરી રહ્યા છે, અથવા જેમના સંબંધીઓ દુબઈમાં રહે છે અને ત્યાં તેમની મુલાકાતે આવતા જતા રહેતા હોય છે. આવા લોકોએ હવે વિઝા માટે અરજી કરતી વખતે અન્ય ઘણા દસ્તાવેજો આપવા પડશે.

એવા લોકો કે જેઓ દુબઈના પ્રવાસ દરમિયાન કોઈ મિત્ર, પરિવાર અથવા સંબંધીના સ્થળે રહેવાનું વિચારી રહ્યા છે, તો તમારે ઘણા દસ્તાવેજો આપવા પડશે. આ લોકોએ વિઝા માટે અરજી કરતી વખતે ભાડા કરાર, અમીરાત ID, રહેઠાણ વિઝાની નકલ અને હોસ્ટની સંપર્કની જાણકારી આપવાની રહેશે. જ્યારે, ભારતીય પ્રવાસીઓએ હોટેલ બુકિંગના દસ્તાવેજો અને રિટર્ન ટિકિટની વિગતો પણ ફરજિયાતપણે આપવી પડશે.

આ નવા દસ્તાવેજોને વિઝા સાથે જોડવાનો નિયમ 8 ડિસેમ્બરથી જ અમલમાં આવશે. દુબઈ શોપિંગ ફેસ્ટિવલ 8મી ડિસેમ્બરથી 14મી જાન્યુઆરી દરમિયાન યોજાશે. જેમાં મોટી સંખ્યામાં ભારતીયો જતા હોય છે. હોટલોમાં રોકાતા પ્રવાસીઓ માટે હજુ પણ નવા નિયમો સરળ છે, પરંતુ વાસ્તવિક પડકાર તે લોકો માટે છે, જેઓ સંબંધીઓના ઘરે જઈને રોકાશે. આ તમામ વધારાના દસ્તાવેજો એકત્રિત કરવા તેમના માટે મુશ્કેલ સાબિત થઈ રહ્યા છે.

દેખીતી રીતે, જેઓ તેમના યજમાન સંબંધીના આ બધા દસ્તાવેજો એકત્રિત કરી શકશે નહીં, તેઓને હોટલમાં રહેવાની ફરજ પડશે. તેના કારણે તેમના પ્રવાસની કિંમતમાં નોંધપાત્ર વધારો થઇ જશે. કારણ કે દુબઈની હોટલમાં એક રાત માટે 20,000 રૂપિયાથી લઈને 1 લાખ રૂપિયા સુધીનો ખર્ચ થઈ શકે છે. આ કારણે, ઘણા લોકો દુબઈમાં તેમના પરિચિતો, સંબંધીઓ અને મિત્રોના સ્થળોએ રહેવાનું પસંદ કરે છે. હવે યજમાનો ID જેવા સંવેદનશીલ દસ્તાવેજો શેર કરવામાં ખચકાટ અનુભવશે, જેના કારણે લોકોને હોટલમાં રહેવાની ફરજ પડશે. આવી સ્થિતિમાં લોકોએ દુબઈમાં ફરવા અને ખરીદી કરવા માટે તેમના બજેટમાં ઘટાડો કરવો પડી શકે છે.

આ નવા નિયમોના કારણે દુબઈ જનારા લોકોની સંખ્યામાં ઘટાડો થવાની પ્રબળ શક્યતા છે. આ નિયમો એવા સમયે આવ્યા છે, જ્યારે મોટી સંખ્યામાં ભારતીયો ક્રિસમસ અને નવા વર્ષ નિમિત્તે દુબઈ જાય છે. દસ્તાવેજોના અભાવે ઘણા લોકોએ દુબઈ જવાનો પ્લાન કેન્સલ કરવો પડી શકે છે.

Leave a Reply

error: Content is protected !!