ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર પર્થ ટેસ્ટ જીત્યા પછી ભારતે પ્રેક્ટિસ મેચ પણ પોતાના નામે કરી લીધી હતી. ઓસ્ટ્રેલિયા પ્રાઇમ મિનિસ્ટર ઇલેવન સામે રમાયેલી પ્રેક્ટિસ મેચમાં ટીમ ઇન્ડિયાનો 6 વિકેટે વિજય થયો હતો. આ મેચમાં એક આશ્ચર્યજનક ઘટના જોવા મળી હતી. ભારતીય ટીમ જીત ગઈ છતાં બેટિંગ ચાલુ રાખી હતી. અમ્પાયર પણ ઓસ્ટ્રેલિયન બોલરો પાસે બોલિંગ કરાવતા રહ્યા. કેપ્ટન રોહિત શર્મા પણ આશ્ચર્યચકિત થઈ ગયો.
ઓસ્ટ્રેલિયામાં ટીમ ઈન્ડિયાની જીતનો સિલસિલો ચાલુ રહ્યો છે. પર્થમાં રમાયેલી શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચમાં જીત સાથે શરૂઆત કરનાર ભારતીય ટીમે પ્રેક્ટિસ મેચ પણ જીતી લીધી છે. વરસાદથી પ્રભાવિત મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયા પ્રાઇમ મિનિસ્ટર ઇલેવનને 6 વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં એક એવી ઘટના બની જેણે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા સહિત સપોર્ટ સ્ટાફના તમામ સભ્યોને ચોંકાવી દીધા હતા. ટીમ ઈન્ડિયા મેચ જીતી ગઈ, છતાં અમ્પાયરે બોલિંગ ચાલુ રાખવી હતી. આ દ્રશ્ય જોઈને ભારતીય છાવણીમાં ખળભળાટ મચી ગયો હતો. રોહિત શર્મા પણ માથું નીચું કરીને હસવા લાગ્યો. લોકો એ જાણવા ઉત્સુક છે કે શા માટે અમ્પાયરે મેચ જીત્યા પછી પણ મેચ ચાલુ રાખવી હતી.
આ ભારત અને ઓસ્ટ્રેલિયા પ્રાઇમ મિનિસ્ટર XI (IND vs PMXI) વચ્ચેની પ્રેક્ટિસ મેચ હતી. જેમાં બંને ટીમોએ 46-46 ઓવરની બેટિંગ કરવાની હતી. PM 11એ ભારતને 241 રનનો ટાર્ગેટ આપ્યો હતો. તે પ્રેક્ટિસ મેચ હોવાથી અમ્પાયરે મેચ ચાલુ રાખવાનો નિર્ણય લીધો હતો. આથી ભારતીય ટીમે પુરી 46 ઓવર બેટિંગ કરી હતી. આમ જોવા જઈએ તો, ભારતે આ મેચ 43મી ઓવરમાં જ જીતી લીધી હતી.
ઓસ્ટ્રેલિયા PM XI સામેની મેચમાં ભારત તરફથી રોહિત શર્મા ચોથા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. સામાન્ય રીતે વિરાટ કોહલી આ સ્થાન પર બેટિંગ કરે છે, પરંતુ આ મેચમાં કોહલીની જગ્યાએ હિટમેને બેટિંગ કરવા જવાનો નિર્ણય કર્યો હતો. જોકે, રોહિત આ નંબર પર સફળ થઈ શક્યો ન હતો અને 11 બોલમાં 3 રન બનાવીને આઉટ થયો હતો. રોહિતને આ મેચમાં પ્રેક્ટિસની જરૂર હતી, પરંતુ તે આ તકનો લાભ ઉઠાવી શક્યો નહીં. રોહિત પર્થમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં રમી શક્યો ન હતો.
શુભમન ગિલ અંગૂઠામાં ઈજાના કારણે પ્રથમ ટેસ્ટ મેચ રમી શક્યો ન હતો. તેણે ઈજામાંથી સજા થઈને પ્રેક્ટિસ મેચમાં શાનદાર વાપસી કરી હતી. ગિલે 62 બોલમાં 50 રનની ઇનિંગ રમી હતી. તે રિટાયર્ડ હર્ટ આઉટ થયો હતો. આ સિવાય ઓપનર યશસ્વી જયસ્વાલે 45 રન બનાવ્યા હતા, જ્યારે નીતિશ રેડ્ડી અને વોશિંગ્ટન સુંદરે 42-42 રન બનાવ્યા હતા. રવિન્દ્ર જાડેજા 27 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ફાસ્ટ બોલર હર્ષિત રાણાએ બોલિંગમાં પોતાની એક છાપ છોડી હતી. આ મેચમાં હર્ષિતે સૌથી વધુ 4 વિકેટ લીધી હતી.