
ગુજરાતમાં અત્યાર સુધીમાં વગર મંજૂરીએ ગેરહાજર રહેતા 134 શિક્ષકોને સસ્પેન્ડ કરી દેવાયા છે. તાજેતરમાં સુરતની એક શાળાનો આચાર્ય શાળામાં ગેરહાજર રહીને દુબઇમાં ધંધો કરતો હતો તેને પણ સસ્પેન્ડ કરી દેવાયો છે, પરંતુ ધોરાજીની એક શાળામાં તો વિદ્યાર્થીઓ નથી આવતા છતા શિક્ષક 10 વર્ષથી પગાર લેતા હતો. જ્યારે ભાંડો ફુટયો તો શિક્ષક ફરાર થઇ ગયો છે.
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આવેલા છાડવાવદલ ગામમાં જે. જે. કાલરીયા સ્કુલ આવેલી છે. વિદ્યાર્થીઓએ અભ્યાસ કરવા આ શાળામાં નથી આવતા, પરંતુ વિદ્યાર્થીઓના નામ બોલે છે અને શિક્ષક 10 વર્ષથી પગાર પોતાના ગજવે ઘાલે છે. જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમે તપાસ કરી ત્યારે આ ખુલાસો થયો. શિક્ષક અત્યારે ફરાર થઇ ગયો છે.

