મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીનું નામ જાહેર થવામાં થઇ રહેલા વિલંબથી રાષ્ટ્રીય સ્વંય સેવક નારાજ છે અને ભાજપને સ્પષ્ટ સંદેશો આપી દેવામાં આવ્યો છે કે, મુખ્યમંત્રી તો માત્ર દેવેન્દ્ર ફડણવીસ જ બનશે.
RSSએ કહ્યું છે કે, દેવેન્દ્ર ફડણવીસ મહાયુતિ અને મહારાષ્ટ્રને કંટ્રોલ કરી શકે તેવા સક્ષમ નેતા છે. જો તેમને મુખ્યમંત્રી નહીં બનાવાશે તો મહારાષ્ટ્રમાં BMCની ચૂંટણીમાં ભાજપને મોટો ફટકો પડશે.
મહારાષ્ટ્રમાં આ વખતે દેવેન્દ્ર ફડણવીસ અને ભાજપને જીતાડવા માટે RSSએ મોટા પાયે ગ્રાઉન્ડ લેવલ પર કાર્યકરોની ફોજ ઉતારી હતી.
RSS એ વાતથી પણ નારાજ છે કે ભાજપમાં જાતિગત સમીકરણોને આધારે મુખ્યમંત્રીની પસંદગીની ચર્ચા ચાલી રહી છે. મહારાષ્ટ્રમાં 5 ડિસેમ્બરે શપથ ગ્રહણ આઝાદ મેદાનમાં થવાની જાહેરાત કરી દેવામાં આવી છે, પરંતુ મુખ્યમંત્રીનું નામ હજુ જાહેર થયું નથી.