સાબરકાંઠા જિલ્લાના ભાજપના કાર્યકર ભૂપેન્દ્ર ઝાલાની પોન્ઝી સ્કીમ સામે સીઆઇડી ક્રાઇમે દરોડા પાડ્યા પછી ઝાલા તો ફરાર જ છે, પરંતુ એક પછી એક ચોંકાવનારી વાતો સામે આવી રહી છે. સોશિયલ મીડિયામા એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં ભૂપેન્દ્ર ઝાલા પોલીસ એસ્કોર્ટ સાથે જઇ રહ્યો છે. ઠગ કિરણ પટેલ કરતા પણ ઝાલા તો મોટો ચિટર નિકળ્યો.
હિંમતનગરમાં લેબોરેટરી ચલાવતા ડો. ધવલ પટેલની ભૂપેન્દ્ર ઝાલા સાથે મિત્રતા થઇ હતી અને આ ધવલ પટેલે આજુબાજુના વિસ્તારોના ડોકટરોને શીશામાં ઉતારીને 250 કરોડ રૂપિયાનું રોકાણ કરાવ્યું હોવાની ચર્ચા ચાલી રહી છે. ધવલ પણ ફરાર છે અને વિદેશ ભાગી ગયો હોવાની શંકા સેવાઇ રહી છે.
શિક્ષકો પણ મોટા કમિશનની લાલચમાં ભેરવાયા છે. શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ કહ્યું છે કે, જે શિક્ષકો પોન્ઝી સ્કીમના એજન્ટ બન્યા હશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.