કારના ઉત્પાદનમાં પ્રદુષણોના નિયમોનું પાલન નહીં કરનારી 8 જાયન્ટ કંપનીઓ પાસેથી કેન્દ્ર સરકાર 7300 કરોડ રૂપિયાનો મસમોટો દંડ વસુલી શકે છે. વર્ષ 20220-23માં આ ઓટો કંપનીઓની કારોમાં ઇમેશન લેવલ વધારે જોવા મળ્યું હતું. ઇમિશન લેવલ ઉત્સર્જનનું સ્તર.
ઇન્ડિયન એક્સ્પ્રેસના અહેવાલ મુજબ સૌથી વધારે દંડની રકમ કોરિયન કાર ઉત્પાદક કંપની હુંડાઇ પાસેથી વસુલવામાં આવી શકે છે. હુંડાઇ પર 2837.8 કરોડનો દંડ લાગી શકે છે.
આ સિવાય મહિન્દ્રા પાસેથી 1788.4 કરોડ, કિઆ પાસેથી 1346.2 કરોડ, હોન્ડા પાસેથી 457.7 કરોડ, રેનોલ્ટ પાસેથી 438.3 કરોડ, સ્કોડા પાસેથી 248.3 કરોડ, નિશાન પાસેથી 172.3 કરોડ અને ફોર્સ મોટર પાસેથી 1.8 કરોડનો દંડ વસુલવામાં આવી શકે છે.
હુંડાઇએ વર્ષ 2022-23માં કુલ 7.27 લાખ કારનું ઉત્પાદન કર્યું હતું અને એ વખતે 4709 કરોડ રૂપિયાનો નફો કર્યો હતો.