અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે, જેમાં ચોંકાવનારી વાત એ સામે આવી કે, ખ્યાતિ હોસ્પિટલમાં એક પણ ઓર્થોપેડિક સર્જન નથી છતા, હાડકાંના ઓપરેશન કરી દેવાયા હતા. સવાલ એ ઉભો થાય છે કે, તો પછી આ ઓપરેશનો કર્યા કોણે?
ક્રાઇમ બ્રાન્ચના DCP રજિયાણે કહ્યું કે, આયુષ્યમાન યોજનાના રૂપિયા પડાવી લેવા માટે હાડકાંના ઓપરેશો કરી દેવામાં આવ્યા હતા. પોલીસ ભૂતકાળના બધા ઓપરેશોની વિગત મેળવી રહી છે. ક્રાઇમ બ્રાન્ચે આરોગ્ય વિભાગના PMJAYના ચીફ મેડિકલ ઓફિસર ડો. નિશિત શાહ, ડો. પંકજને સમન્સ મોકલ્યું છે. ઉપરાંત બજાજ અલાયન્સના ગુજરાતના રિજનલ મેનેજર સહિત કુલ 4 લોકોને સમન્સ મોકલામાં આવ્યા છે.
ખ્યાતિ હોસ્પિટલની ઘટનાને લગભગ 20 દિવસ થઇ ગયા છતા હજુ ડો. સંજય પાટોળિયા અને કિર્તી પટેલ પોલીસના હાથમાં આવ્યા નથી.
