પ્રાંતિજ વદરાડ ખાતે રવિ કુષિ મહોત્સવ કાર્યક્રમ યોજાયો
– જિલ્લા કલેક્ટર ના અધ્યક્ષ સ્થાને યોજાયો
– ખેડૂતો સહિત ગ્રામજનોએ લાભ લીધો
– બે દિવસીય કાર્યક્રમ યોજાશે
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના વદરાડ પાસે આવેલ એક્સલસ સેન્ટર ખાતે રવિ કુષિ મહોત્સવ કાર્યક્રમ યોજાયો જેમા વદરાડ સહિત આજુબાજુના ખેડૂતો સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
પ્રાંતિજ તાલુકાના વદરાડ પાસે આવેલ એક્સલસ સેન્ટર ખાતે જિલ્લા કલેક્ટર ર્ડા.રતન કુવર ગઢવી ચારણ ની અધ્યક્ષતામાં રવિ કુષિ મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો જેમા ગ્રામ્ય વિસ્તારના લોકોને જિલ્લા કે તાલુકા મથક સુધી કોઇ યોજનાની સહાય લેવા માટે જવુ ન પડે તે માટે રાજ્ય સરકાર સેવા અને સંવેદનાના અભિગમ સાથે રવિ કૃષિ મહોત્સવ તથા સેવા સેતુ કાર્યક્રમ નુ બે દિવસ એટલેકે તારીખ ૬|૧૨|૨૦૨૪ તથા ૭|૧૨|૨૦૨૪ એમ બે દિવસ નુ આયોજન કરેલ છે જેમાં વિવિધ સેવાઓનો લાભ ખેડૂતો તથા ગામજનોએ લીધો હતો તો આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ર્ડા.રતન કુવર ગઢવી ચારણ , જિલ્લા ખેતીવાડી અધિકારી બી.જે.જોષી , પ્રાંતિજ-તલોદ ના પ્રાંન્ત અધિકારી એ.જે.પટેલ , પ્રાંતિજ મામલતદાર જે.જી.ડાભી , મદદનીશ તાલુકા વિકાસ અધિકારી ગણપતસિંહ ઝાલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા તો વદરાડ ગામ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રવિકુષિ મહોત્સવ નો લાભ લીધો
જીલ રાવલ પ્રાંતિજ