fbpx

ગુજરાતની લો કોલેજોમાં સુરતની વી.ટી.ચોક્સી લો કોલેજને 4 સ્ટાર રેટીંગ મળ્યું

Spread the love

ગુજરાત સરકારના Gujarat State Institutional Rating Framework (GSIRF)-2024 અંતર્ગત તાજેતરમાં ગુજરાત રાજયની 16 લો કોલેજોને સ્ટાર રેટીંગ આપવામાં આવેલ છે. જેમાં સુરતની વી.ટી. ચોક્સી સાર્વજનિક લો કોલેજને 5માંથી 4 સ્ટાર રેટીંગ આપવામાં આવેલ છે. આખા ગુજરાતમાં 4 સ્ટાર અથવા 5 સ્ટાર રેટીંગ કુલ 16 કોલેજોમાંથી માત્ર 5 લો કોલેજ જ મેળવી શકી છે. જેમાં સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત સુરત વી.ટી.ચોક્સી સાર્વજનિક લો કોલેજ છે. વી.ટી.ચોક્સી લો કોલેજના પ્રિન્સિપાલ ડો. ઇર્મલા દયાલ છે. અને કોલેજની વહીવટી સમિતિના ચેરમેન શ્રેયસ દેસાઇ (એડવોકેટ) છે. 

error: Content is protected !!