એશિયાના સૌથી ધનિક મુકેશ અંબાણીને રૂ. 255000000000ની લોનની જરૂર કેમ પડી?

Spread the love

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી મોટી લોન લેવા જઈ રહ્યા છે. એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીને 3 અબજ ડૉલરની લોનની જરૂર છે. આ લોન માટે તેઓ લગભગ અડધો ડઝન બેંકો સાથે વાત કરી રહ્યા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને તેના દેવાના બોજને ઘટાડવા માટે આ લોનની જરૂર પડી છે. એટલે કે દેવું ઘટાડવા માટે રિલાયન્સ આ મોટી લોન લેવાની તૈયારી કરી રહી છે.

બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, મુકેશ અંબાણી વર્ષ 2025માં પોતાની કંપનીનું દેવું ઘટાડવાની યોજના બનાવી રહ્યા છે. લોન ચુકવવા માટે તેમણે નવી લોન લેવાની યોજના બનાવી છે. હકીકતમાં, ઘણી લોનની ચુકવણીની અંતિમ તારીખ વર્ષ 2025માં આવી રહી છે. મુકેશ અંબાણી આ લોન પરત કરવા માંગે છે, જે તેમણે આવતા વર્ષ સુધીમાં ચૂકવી દેવાની છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, લગભગ અડધો ડઝન બેંકો લોન માટે રિલાયન્સ ગ્રૂપ સાથે ચર્ચા કરી રહી છે, જે 2025ના પ્રથમ ક્વાર્ટરમાં માર્કેટમાં સિન્ડિકેટ થશે. રિપોર્ટમાં કેટલાક સૂત્રોના હવાલાથી આ માહિતી આપવામાં આવી છે. જો કે લોન માટેની શરતો હજુ સુધી આખરી કરવામાં આવી નથી અને ફેરફારોને પાત્ર છે.

આ લોનની ચુકવણી કરવા માટે કંપનીને 3 બિલિયન ડૉલર એટલે કે લગભગ રૂ. 25500 કરોડની જરૂર છે, જેના માટે તેઓ નવી લોન લેવાની યોજના બનાવી રહી છે. આ માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની લગભગ 6 બેંકો સાથે વાતચીત પ્રારંભિક તબક્કામાં છે. અહીં તમને જણાવી દઈએ કે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પર પહેલાથી જ 2.9 બિલિયન ડૉલરનું દેવું છે. અગાઉ વર્ષ 2023માં પણ કંપનીએ 8 અબજ ડૉલરની લોન લીધી હતી. રિલાયન્સ જિયો અને તેની અન્ય પેટાકંપનીઓની આ લોન લગભગ 55 બેંકો દ્વારા સંયુક્ત રીતે ફાઇનાન્સ કરવામાં આવી હતી.

અહીં તમને જણાવી દઈએ કે, છેલ્લા છ મહિના રિલાયન્સના શેર માટે મુશ્કેલ રહ્યા છે. રિલાયન્સના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. કંપનીના ત્રિમાસિક પરિણામો અને માર્કેટ કેપની અસર શેર પર દેખાઈ રહી છે. છેલ્લા છ મહિનામાં કંપનીના શેરમાં 12 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. કંપનીના શેરમાં હાલમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સોમવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર 1.16 ટકાના ઘટાડા સાથે રૂ. 1296.40 પર બંધ થયો હતો. છેલ્લા 6 મહિના કંપની માટે ખૂબ જ મુશ્કેલ રહ્યા છે. માર્કેટમાં ઘટાડાની અસર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેર પર પડી છે. જોકે, કંપનીની સ્થિતિ ઘણી મજબૂત છે. મૂડીઝ રેટિંગે રિલાયન્સનું ક્રેડિટ રેટિંગ Baa2 પર જાળવી રાખ્યું છે. કંપનીની નાણાકીય સ્થિતિ મજબૂત છે. કંપની તેનું દેવું ચૂકવવામાં સંપૂર્ણ રીતે સક્ષમ છે.

error: Content is protected !!