fbpx

બાંગ્લાદેશમાં અસ્થિરતા ઉભી થવાને કારણે સુરતને બખ્ખાં થઇ ગયા

Spread the love

બાંગ્લાદેશમાં અસ્થિરતા ઉભી થવાને કારણે સુરતના ગારમેન્ટ ઉદ્યોગને બખ્ખાં થઇ ગયા છે. બાંગ્લાદેશ ગારમેન્ટ ઉદ્યોગ માટે જાણીતો દેશ છે અને વિદેશની કંપનીઓ ત્યાંથી મોટા પાયે ગારમેન્ટ આયાત કરતા હતા.

હવે જ્યારે બાંગ્લાદેશ સળગી રહ્યું છે ત્યારે વિદેશની મોટી મોટી કંપનીઓએ સુરત તરફ જર દોડાવી છે. જાણવા મળેલી માહિતી મુજબ વિદેશની લગભગ 50 જેટલી ગારમેન્ટ બ્રાન્ડની કંપનીઓ સુરતના ગારમેન્ટ ઉદ્યોગકારો સાથે કરાર કરવા માટે આતુર છે.

એવું પણ જાણવા મળ્યું છે કે સુરતને વિદેશી કંપનીઓનો 100 કરોડ રૂપિયાનો વેપાર પણ મળી ગયો છે. સુરતના ગારમેન્ટ ઉદ્યોગકારો આ તક ઝડપી લેવા માટે સ્ટીચીંગ મશીનમાં મોટા પાયે વધારો કરી રહ્યા છે.

જો કે, બીજી તરફ એ વાત પણ છે કે બાંગ્લાદેશમાં સમસ્યા ઉભી થવાને કારણે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગનો મોટો ફટકો પડ્યો છે, સુરત અહીંથી બાંગ્લાદેશ કાપડ નિકાસ કરે છે.

error: Content is protected !!