ગુજરાતના ગામડાના 9 વર્ષના છોકરાએ પોતાના દિવ્યાંગ માતા-પિતાની આ રીતે મદદ કરી

Spread the love

ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલા જામરૂ ગામમાં વાદાભાઇ તરાલ અને તેમના પત્ની દિવાબેન રહે છે. બંને દિવ્યાંગ છે અને ખેતી કરીને ગુજરાન ચલાવે છે. તેમને એક સંતાન છે જેનું નામ ચેતન છે અને તે ત્રીજા ધોરણમાં ભણે છે અને 9 વર્ષનો છે.

https://youtube.com/watch?v=aKFfxlTgzPA%3Fsi%3DcE4ek5ivNTqAHy8w

ચેતન પોતાની કાલીઘેલી ભાષામાં ગીત ગાતો રહેતો અને ડાન્સ કરતો રહેતો હતો. 2 વર્ષ પહેલાં  ચેતનના પિતરાઇ ભાઇએ ઇન્સ્ટા પર ચેતનનું એકાઉન્ટ બનાવીને ચેતનના ડાન્સ કરતા ગીત ગાતા વીડિયો અપલોડ કરવા માંડ્યા. પરંતુ કોઇ પ્રતિસાદ નહોતો મળતો.

ધીમે ધીમે ચેતનના વીડિયોના વ્યૂઝ વધ્યા અને  સંગીતકાર ગબ્બર ઠાકોર પાસે આ વીડિયો પહોંચ્યો. તેમણે ચેતનને પોતાના ડીસાના સ્ટુડીયોમાં ગીત ગાવા બોલાવ્યો અને એક ગીત ગવડાવ્યું જે સોશિયલ મીડિયા પર હીટ થઇ ગયું અને 15 લાખથી વધારે લોકોએ જોયું. એમાં ચેતનને મોટી આવક થઇ ગઇ

error: Content is protected !!