fbpx

60 વર્ષમાં પહેલીવાર મંદી આટલી લાંબી ચાલી, પણ…: ગોવિંદ ધોળકીયા

Spread the love

ડાયમંડ ઉદ્યોગમાં લંબી એટલી લાંબી ચાલી છે કે ઉદ્યોગ સાથે સંકળાયેલા બધા લોકો હવે થાકી ગયા છે અને એવી આશા રાખી રહ્યા છે કે હવે મંદી પુરી થાય તો સારુ. ડાયમંડ કિંગ અને રાજ્યસભા સાસંદ ગોવિંદ ધોળકીયાનો એક વીડિયો સોશિયલ મીડિયોમા વાયરલ થઇ રહ્યો છે.

ધોળકીયા વીડિયોમાં કહી રહ્યા છે કે, અત્યારે ડાયમંડ ઉદ્યોગમાં મંદીનો માહોલ ચાલી રહ્યો છે. કોઇ પણ બિઝનેસ હોય તો એમાં તેજી અને મંદી આવતી જ હોય છે. મેં પણ મારી જિંદગીના ડાયમંડ ઉદ્યોગ સાથેના 60 વર્ષમાં અનેક વખત તેજી મંદીનો સામનો કર્યો છે. પરંતુ હા, એ ખરુ કે આ વખતની મંદી વધારે લાંબી ચાલી છે.

ધોળકીયાએ કહ્યું કે, હું આશા રાખું છું કે મંદી જલ્દી પુરી થાય. આપણે બધાએ જે ધીરજ રાખી તે હજુ ટકાવી રાખવાની છે.

error: Content is protected !!