સુરતમાં 6 દિવસમાં 24 લોકોના મોત, હાર્ટ અ-ટેકની શંકા

Spread the love

સુરતમાં છેલ્લાં 6 દિવસમાં 24 લોકોના મોત થયા છે, જેમાં છાતીમાં દુખાવો, શ્વાસ લેવાની તકલીફ, હાર્ટએટેક જેવા કારણોને લીધે મોત થયા છે. મોતને ભેટનારાઓની ઉંમર 20થી 45 વર્ષની છે. અચાનક નાની વયના લોકોના મોતને કારણે ચિંતા વધી છે.

પુણા વિસ્તારમાં ઝુપડપટ્ટીમાં રહેતા નિકિતા પંચાલ 25 વર્ષના હતા, અચાનક બેભાન થઇ ગયા અને તેમનું મોત થઇ ગયું. ડીંડોલી વિસ્તારમાં 44 વર્ષના રમેશ રાઠોડ ચાલવા ગયા હતા અચાનક ચકકર આવવાથ ઢળી પડ્યા તેમનું પણ મોત થયું હતું.

સચીન હોજીવાલામાં કામ કરતો 32  વર્ષનો યુવાન ન્હાવા ગયો હતો બહાર આવ્યો તો ઢળી પડ્યો. 22 વર્ષનો શિવમ પટેલ હજુ એક મહિના પહેલાં જ સુરત આવ્યો હતો અને ડાઇંગ મીલમાં નોકરી કરતો હતો. બપોરે સુતો હતો એ પછી ઉઠ્યો જ નહીં.

error: Content is protected !!