મોરબીના PIને 51 લાખનો તોડ કરતા નિર્લિપ્ત રાયે કંઈ રીતે પકડ્યા?

Spread the love

મોરબી-રાજકોટ હાઇવે પર ટંકારા ખાતે આવેલા કમ્ફર્ટ રિસોર્ટમાં 26 ઓક્ટોબર 2024ના દિવસે PI વાય કે ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ મહિપત સિંહ સોલંકીએ રિસોર્ટના રૂમ નંબર 105માં દરોડા પાડ્યા. PIએ ભાજપના એક મોટા નેતાના કાર્યકરોને ઉઠાવીને પછી ખોટા દસ્તાવેજો ઉભા કર્યા અને કોર્ટમાં સાચા પુરાવા તરીકે રજૂ કર્યા અને PI અને હેડ કોન્સ્ટેબલે 51 લાખનો તોડ કર્યો.

 આ તોડ એટલા માટે કરવામાં આવ્યો કે, મીડિયામાં આરોપીઓના ખોટા નામ આપવા, ફોન જપ્ત નહીં કરવા, માર નહીં મારવા, કેસની બધી વિગતો જાહેર નહીં કરવા અને આરોપીઓને કસ્ટડીમાં સુવિધા આપવા માટે કરવામાં આવ્યો હતો.

 આ કેસની તપાસ સ્ટેટ મોનેટરીંગ સેલના વડા નિર્લિપ્ત રાયને સોંપવામાં આવી હતી. PI હેડ કોન્સ્ટેબલ બંનેને સસ્પેન્ડ કરી દેવામા આવ્યા છે.

error: Content is protected !!