પ્રાંતિજ ના ભાગપુર ખાતે બિભસ્ત ઇશારા કરતા ગામનાજ ઈસમ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ થઈ
– મહિલાના ફોટા પાડી આઇ લવ યુ કહી મોઢે થી આંખોથી ખરાબ ઇશારા કરતા પોલીસ ફરિયાદ થઈ
– ઈસમ દ્રારા બિભસ્ત ચેનચાળા કરી ફોન મા ફોટા પાડવાની ધમકીઓ આપી
– પ્રાંતિજ પોલીસે ગુનોનોધી આગળ ની તપાસ હાથધરી
સાબરકાંઠા જિલ્લા ના ભાગપુર ખાતે મહિલાના ફોટા પાડી આઇ લવ યુ કહી મોઢે થી આંખોથી ખરાબ ઇશારા કરી અને ફોન મા ફોટા પાડવાની ધમકીઓ આપતા મહિલા દ્રારા પોલીસ ફરિયાદ કરી
પ્રાંતિજ ના ભાગપુર ખાતે મહિલાના ફોટા વિમલસિંહ અંદરસિંહ રાઠોડ દ્રારા ફોનમા ફોટા પાડતા મહિલાએ ફોટા પાડવાનુ ના પાડતા વિમલસિંહ રાઠોડ દ્રારા મહિલાને આઇ લવ યુ કહીને હુ તને કોઇપણ ભોગે મેળવીને જપીસ તેમ કહીને મહિલાનો હાથપકડી તેની તરફ ખેચી બિભસ્ત ઇશારા કરી તથા ખેતરમા જતી આવતી વગતે અવારનવાર રસ્તામા આવી ફોટો પાડી આઇ લવ યુ કહી મોઢે થી તથા આંખોથી ખરાબ ઇશારા કરી બિભસ્ત ચેનચાળા કરી મહિલા ને ફોનમા ફોટા પાડવાની ધમકીઓ આપતા મહિલા દ્રારા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા વિમલસિંહ અંદરસિંહ રાઠોડ રહે.ભાગપુર તા.પ્રાંતિજ જિ સાબરકાંઠા વિરૂધ્ધ પોલીસ ફરીયાદ કરતા પ્રાંતિજ પોલીસે આઇપીસીકલમ ૭૪,૭૫(૧)(૨),૭૯,૨૯૬(બી),૩૫૧ (૩) મુજબ ગુનોનોંધી આગળ ની તપાસ પ્રાંતિજ પોલીસ સ્ટેશન ના એ.એસ.આઇ પુંજાભાઇ મહાદેવભાઇ દ્રારા તપાસ હાથ ધરવામા આવી છે
જીલ રાવલ પ્રાંતિજ
