
ઉત્તર પ્રદેશના બુલંદ શહેરમાં ફુડ સેફ્ટી એન્ડ સ્ટાનડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓએ પોલીસને સાથે રાખીને એક વેપારીને ત્યાં દરોડા પાડ્યો તો અધિકારીઓ જોઇને ચોંકી ઉઠ્યા હતા. આ વેપારી 1 લીટર કેમિકલનો ઉપયોગ કરીને 500 લીટર સિન્થેટીક દુધ બનાવીને વેચતો હતો અને આ કામ એ 20 વર્ષથી કરતો આવ્યો છે.
અસલી દુધનો સ્વાદ આવે તેના માટે કૃત્રિમ મિઠાઇ અને કેમિકલ સાથે સ્વાદ મિશ્રણ કરતો હતો. વેપારીનું નામ અજય અગ્રવાલ છે અને અધિકારીઓએ કોસ્ટીક પોટાશ,છાશ પાવડર, સોર્બીટોલ, મિલ્ક પરમીટ પાવડર, રિફાઇન્ડ સોયા ફેટ જપ્ત કર્યું હતું જે અગ્રવાલ દુધમાં ભેળવતો હતો.
સોશિયલ મીડિયા પર આનો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે. એકદમ સરળતાથી સિન્થેટીક દુધ બની જાય છે.ત્યારે સવાલ એ થાય છે કે ચાની લારીઓ પર લાખોલોકો ચા પીવે છે તો સિન્થેટીક દુધનો ઉપયોગ થતો ન હોય એની શું ખાત્રી?
