fbpx

અનિલ અંબાણીના સારા દિવસો આવી રહ્યા છે, મોટો કોન્ટ્રાક્ટ મળ્યો

Spread the love

દેવામાં ડુબેલા અનિલ અંબાણીના સારા દિવસો આવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે અનિલ અંબાણીએ પોતાની ઘણી બધી કંપનીઓના દેવા ચૂકવવા માંડ્યા છે અને હવે તેમની એક સબસીડિયરી કંપનીને મોટો કોન્ટ્રાક્ટ મળ્યો છે.

અનિલ અંબાણીની રિલાયન્સ પાવરની સબસીડિયરી કંપની ન્યુ સનટેકને મોટો કોન્ટ્રાક્ટ મળ્યો છે. સોલાર એનર્જિ કોર્પોરેશન તરફથી ન્યુ સનટેકને બેટરી એનર્જી સ્ટોરેજ સીસ્ટમ માટે અને સોલાર એનર્જિ પ્રોજેક્ટ માટે કોન્ટ્રાક્ટ મળ્યો છે અને 25 વર્ષનો આ કોન્ટ્રાક્ટ હશે.

દેશમાં પહેલીવાર સોલાર અને બેટરી સ્ટોરેજ સીસ્ટમનો સૌથી મોટી પ્રોજેક્ટ ડીલ થઇ હોવાનું કહેવાય છે.

 આ સમાચારને કારણે રિલાયન્સ પાવરના શેરનો ભાવ વધીને 46 રૂપિયાની આસપાસ પહોંચી ગયો છે. એક વર્ષમાં આ શેરે 90 ટકા રિટર્ન આપ્યું છે.

error: Content is protected !!