
ફેસબુકના માલિક માર્ક ઝુકરબર્ગે પોતાની એક ગોલ્ડ ચેઇનની ઓનલાઇન હરાજી કરી છે જેને 100 ગણો ભાવ મળ્યો છે. જે ગોલ્ડ ચેઇન મુળ 40,000 રૂપિયાની હતી તેને 36 લાખ રૂપિયામાં હરાજીમાં ખરીદી લેવામાં આવી છે. 96 બીડ પછી ઝુકરબર્ગની ગોલ્ડ ચેઇન વેચાઇ ગઇ હતી.
6.5. એમએમની ગોલ્ડ પ્લેટેડ ક્યુબન લિંચ ચેઇનની હરાજી કરવામાં આવી હતી. ઝુકરબર્ગે જાહેરાત કરી હતી કે આ હરાજીથી જેટલા રૂપિયા મળશે તે બધા ફન્ફલેશન ગ્રાન્ટ નામની સંસ્થાને આપી દેવામાં આવશે. આ સંસ્થા જે લોકોની પાસે નાણાંકીય સહાય ન હોય તેમને આર્થિક સહાય કરે છે અને ક્રિએટીવ પ્રોજેક્ટ માટે પણ આર્થિક સહયોગ આપે છે.
