fbpx

મસ્જિદમાં જય શ્રી રામનો નારો લગાવવો એ ગુનો નથી: સુપ્રીમ કોર્ટની ટીપ્પણી

Spread the love

એક કેસની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે ટીપ્પણી કરી છે કે મસ્જિદમાં જયશ્રી રામનો નારો લગાવવો એ ગુનો નથી.

મસ્જિદમાં જયશ્રી રામના નારા લગાવીને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના આરોપમાં કર્ણાટક હાઇકોર્ટે રદ કરેલી FIRની સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે.

કર્ણાટકના હૈદર અલીએ ફરિયાદ કરી હતી કે, કીર્તન કુમાર અને સચિન કુમાર નામના બે માણસોએ મસ્જિદની અંદર જયશ્રી રામના નારા લગાવ્યા હતા જેની FIR કર્ણાટક હાઇકોર્ટે રદ કરી છે જેની સામે સુપ્રીમમાં કેસ કર્યો છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ પંકજ મિત્તલ અને ન્યાયાધીશ સંદીપ મહેતાની બેંચે કહ્યું કે, મસ્જિદમાં એક વિશેષ ધર્મનો નારો લગાવવો એ ગુનાહીત કૃત્ય કેવી રીતે મનાઇ?

હવે બાકીની સુનાવણી જાન્યુઆરી 2025માં થશે.

error: Content is protected !!