કોંગ્રેસ પછી RJD ચીફ લાલુ યાદવે પણ આ મુદ્દે સરકારને ઘેરી હતી. તેમણે ટ્વિટર પર લખ્યું, ‘સંઘીઓ અને BJPના લોકો શરૂઆતથી જ ‘જય સિયારામ, જય સીતારામ’ના નામ અને નારાને નફરત કરે છે કારણ કે, તે માતા સીતાની જય બોલાય છે. આ લોકો શરૂઆતથી જ મહિલા વિરોધી છે અને ‘જય શ્રી રામ’ના નારા લગાવીને અડધી વસ્તી એટલે કે મહિલાઓનું અપમાન કરે છે.’
લાલુ યાદવે કહ્યું, ‘ગઈકાલે કાર્યક્રમમાં ગાયિકા દેવીએ બાપુના નામે બનેલા ઓડિટોરિયમમાં બાપુનું ભજન ગાયું હતું અને ‘સીતારામ’ કહ્યું હતું, ત્યારે BJPના નાના મગજના લોકોએ માઈક પર તેમને માફી માંગવા માટે કહ્યું હતું અને માતા સીતાની જય અને સીતારામના નારાની જગ્યાએ, જય શ્રી રામના નારા લગાવડાવ્યા હતા. શા માટે આ સંઘીઓ ‘સીતા માતા’ સહિતની મહિલાઓનું અપમાન કરે છે?’
અટલ જયંતિના અવસર પર બુધવારે પટનાના બાપુ ઓડિટોરિયમમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ભોજપુરી ગાયિકા દેવીએ સ્ટેજ પરથી મહાત્મા ગાંધીનું પ્રિય ભજન ‘રઘુપતિ રાઘવ રાજા રામ’ ગાયું હતું. આ ભજનમાં ‘ઈશ્વર અલ્લાહ તેરો નામ’ની એક પંક્તિ પર હોબાળો થયો હતો. ઓડિટોરિયમમાં હાજર લોકોએ તેનો એટલો વિરોધ કર્યો કે, તેમણે માફી પણ માંગવી પડી.