“સહકાર થી સમૃદ્ધિ” કાર્યક્રમ અંતર્ગત નાબાર્ડના ચીફ જનરલ મેનેજર ધ્વારા વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું
આજ રોજ નાબાર્ડ ગુજરાત કાર્યક્ષેત્રના ચીફ જનરલ મેનેજર બી કે સિંગલ ના વરદ હસ્તે “સહકાર થી સમૃદ્ધિ” સંકલ્પના અન્વયે વિવિધ કાર્યોના લોકાર્પણ સમારોહ ધી સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી. હિંમતનગર ધ્વારા આયોજિત કરવામાં આવેલ હતો આ પ્રસંગે “સહકાર ભારતી ગુજરાત” પ્રદેશ અધ્યક્ષ ગુજકોમાસોલ ના ડિરેક્ટર મહેશભાઇ પટેલ સાબરકાંઠા બેંકના ચેરમેન ,વાઇસ ચેરમેન ,માનદ મેનેજીંગ ડિરેક્ટર સહિત નિયામક મંડળના તમામ સભ્યો હાજર રહેલ હતા આ કાર્યક્રમ અન્વયે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની 50 સેવા સહકારી મંડળીઓના કોમ્પ્યુટરાઇજેશન અન્વયે ગો-લાઈવ જાહેર કરવામાં આવેલ હતી બેંક ધ્વારા જે એલ જી,એસ એચ જી ગ્રુપ અર્થે લાભાર્થીઓ ને ધિરાણ ચેક તથા અકસ્માત વીમા અન્વયે ત્રણ મૃત ખેડૂતોના વારસદારો ને પણ ચેક અર્પણ કરવામાં આવેલ હતા તદ ઉપરાંત ડિજિટલ ભારતના સ્વપ્નને સાકાર કરવાના બેંકના પ્રયાસના ભાગ રૂપે પાંચ માઇક્રો એ ટી એમ પણ બેંક મિત્રને આપવા આવ્યા હતા. આ પ્રસંગે બેંકના ઉચ્ચ અધિકારીગણ,ખેડૂતો,લાભાર્થીઓ વગેરે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલ હતા.
આ સુંદર આયોજન બદલ બેંકના નિયામક મંડળને નબાર્ડના ચીફ જનરલ મેનેજર એ અભિનંદન આપી “સહકાર થી સમૃદ્ધિ” અન્વયે બેંક ધ્વારા કરવામાં આવેલ વિવિધ સકારાત્મક પ્રયત્નોને પણ બિરદાવવામાં આવેલ હતા
જીલ રાવલ પ્રાંતિજ