fbpx

બ્રિટન મેડિકલ પ્રેકટીસ કરવા જવાનું વિચારતા હો તો આ તબીબની આપવીતી જાણી લેજો

Spread the love

ભારતીયો વિદેશમાં એટલા માટે કામ કરવા જાય છે કે તેમને કેરિયરની સારી તક મળે, ક્વોલીટી લાઇફ મળે અને રૂપિયાની મોટી કમાણી થઇ શકે. પરંતુ ઉંચા સપનાઓ લઇને બ્રિટન ગયેલા એક ભારતીય તબીબની આપવીતી કઇંક જુદુ જ ચિત્ર રજૂ કરે છે. જે લોકો બ્રિટન મેડીકલ પ્રેકટીસ કરવાનું વિચારતા હોય તેમણે આ વાત ધ્યાનમાં રાખવા જેવી છે.

બ્રિટનથી પરત ફરેલા એક ભારતીય ડોકટરે કહ્યું છે કે, હું ભારતમાં ભણ્યો અને બ્રિટન જઇને પ્રોફેશનલ લિંગ્વીસ્ટીક એસેસમેન્ટ બોર્ડ (PLAB) એક્ઝામ પાસ કરીને ત્યાં મેડીકલ પ્રેકટીસ શરૂ કરી હતી. મારા ઉંચા સપના હતા, પરંતુ વાસ્તવિકતા કઇંક જુદી જ હતી. બ્રિટનમાં કલાકો કામ કરાવવામાં આવે છે અને પગાર એટલો આપે છે કે ખર્ચ કાઢવો પણ મુશ્કેલ બને.

error: Content is protected !!