fbpx

પોન્ઝી સ્કીમ કૌભાંડમાં પકડાયેલો ભુપેન્દ્રસિંહ ઝાલા 10 દિવસથી જલસા કરતો હતો

Spread the love

ગુજરાતના હિંમતનગરમાં પોન્ઝી સ્કીમ ચલાવીને 6000 કરોડનું કૌભાંડ કરનાર ભાજપનો કાર્યકર ભૂપેન્દ્રસિંઙ ઝાલાની શુક્રવારે સીઆઇટી ક્રાઇમ બ્રાન્ચે મહેસાણાના દવાડા ગામેથી એક ફાર્મ હાઉસમાંથી ધરપકડ કરી હતી.

શનિવારે સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચે ઝાલાને અમદાવાદની ગુજરાત પ્રોટેક્શન ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝીટર્સ (GPID) કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા અને કુલ 29 મુદ્દા રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે ઝાલાના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ ભૂપેન્દ્ર સિંહ ઝાલા દવાડાના કિરણ સિંહ ચૌહાણના ફાર્મ હાઉસમાં 10 દિવસથી રોકાયો હતો અને દરરોજ દારૂ પાર્ટી કરતો હતો. સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચ કિરણ સિંહ ચૌહાણને પણ ઉઠાવી લાવી છે અને તેની પુછપરછ ચાલી રહી છે. કિરણસિંહના કોઇ પોલિટિકલ કનેક્શન અને ઝાલા સાથે શું સંબંધ છે તેની માહિતી મેળવવામાં આવી રહી છે.

error: Content is protected !!