fbpx

ચીની મલ્ટીનેશનલ કંપની હાયરનો ભારતમાંથી બિઝનેસ વેચાઈ રહ્યો છે

Spread the love

ભારતમાં હાયરનો બિઝનેસ વેચાઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ડીલ જલ્દી થઈ શકે છે. પહેલા તમને જણાવી દઈએ કે, આ એક ચીની મલ્ટીનેશનલ કંપની છે. જ્યારે, તે હોમ એપ્લાયન્સીસ અને કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ સામાન બનાવવામાં નિપુણતા ધરાવે છે. હાયરની શરૂઆત વર્ષ 1984માં કરવામાં આવી હતી. કંપનીની શરૂઆત ચીનના કિંગદાઓ શહેરમાં થઈ હતી. કંપનીનું હેડક્વાર્ટર પણ કિંગદાઓ, ચીનમાં આવેલું છે. હાયરની સ્થાપના ઝાંગ રુઇમિનના નેતૃત્વ હેઠળ કરવામાં આવી હતી, જેમણે કંપનીને એક નાની રેફ્રિજરેટર ફેક્ટરીમાંથી વૈશ્વિક બ્રાન્ડમાં પરિવર્તિત કરી હતી. Haier 2003માં ભારતીય બજારમાં પ્રવેશી હતી

Haierએ સમય જતાં તેના ઉત્પાદન પોર્ટફોલિયોને વિસ્તાર કર્યો, જેમાં રેફ્રિજરેટર્સ, વોશિંગ મશીન, એર કંડિશનર્સ, ટેલિવિઝન અને સ્માર્ટફોનનો સમાવેશ થાય છે.

કંપનીએ ઘણી આંતરરાષ્ટ્રીય બ્રાન્ડની ખરીદી કરી છે. જેમ કે GE એપ્લાયન્સીસ (અમેરિકા), ફિશર એન્ડ પેકેલ (ન્યુઝીલેન્ડ), અને કેન્ડી (ઇટાલી) છે.

હાયર એપ્લાયન્સીસના પ્રેસિડેન્ટ NS સતીશે ગુરુવારે માહિતી આપી હતી કે એપ્લાયન્સ અને કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ કંપની દક્ષિણ ભારતમાં ત્રીજી ફેક્ટરી ખોલવાની યોજના ધરાવે છે અને તેના માટે સ્થાન નક્કી કરવાની પ્રક્રિયામાં છે.

મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, PE ફર્મ-Warburg Pincusએ ભારતી એન્ટરપ્રાઈઝના સુનીલ મિત્તલ સાથે કરાર કર્યો છે.

દાલમિયા ભારત ગ્રૂપના પુનીત દાલમિયાના પરિવાર સાથે મળીને બૈન કેપિટલે હાયર એપ્લાયન્સીસ ઈન્ડિયામાં ઓછામાં ઓછા 51 ટકા હિસ્સા માટે બિડ કરી છે.

આ બાબતથી પરિચિત લોકોનો ઉલ્લેખ કરીને અહેવાલમાં જણાવાયું છે કે, રેસમાં અન્ય દાવેદારોમાં TPG કેપિટલ, ગોલ્ડમેન સૅક્સ, સિંગાપોરની GIC અને વેલસ્પન ગ્રૂપના BK ગોએન્કાનો સમાવેશ થાય છે. KHABARCHHE.COM આ સમાચારની પુષ્ટિ કરતું નથી.

અહેવાલો કહે છે કે, કંપની અગાઉ 25 ટકા હિસ્સો વેચતી હતી. જ્યારે, હવે 49 ટકા વેચવાની તૈયારી છે. પરંતુ ખરીદનાર કંપનીઓ 51 ટકા હિસ્સો ખરીદવા તૈયાર છે.

LG અને સેમસંગ પછી હાયર ભારતીય માર્કેટમાં ત્રીજી સૌથી મોટી કંપની છે. કંપનીના ભારતમાં બે પ્લાન્ટ છે.

એક ગ્રેટર નોઈડામાં છે અને બીજું પુણેમાં છે. વર્ષ 2024માં ભારતમાં કંપનીની આવક 8900 કરોડ રૂપિયા છે. જ્યારે, વર્ષ 2025માં તે વધીને 11500 કરોડ રૂપિયા થવાની આશા છે.

Leave a Reply

error: Content is protected !!