
ફલાઇટમાં મુસાફરી કરનારા લોકો માટે કામના સમાચાર સામે આવ્યા છે. બ્યુરો ઓફ સિવિલ એવિએશન અને CISFએ હેન્ડ બેગેજના નિયમોમાં બદલાવ કર્યો છે. એરપોર્ટ પર સુરક્ષા તપાસ વખતે વધી રહેલી ભીડને કારણે આ બદલાવ કરાયો છે.
મે 2024 પછી જે મુસાફરે ફલાઇટની ટિકીટ લીધી હશે તેમના માટે આ નિયમો લાગુ થશે. હવે માત્ર એક જ બેગ લઇને જઇ શકાશે અને તેનું વજન માત્ર 7 કિલો હોવું જોઇએ. આ નિયમ ઇકોનોમી અને પ્રીમિયમ ક્લાસ માટે છે જ્યારે ફર્સ્ટ કલાસ અને બિઝનેસ ક્લાસમાં જનારા લોકો 10 કિલો વજન લઇ જઇ શકશે.
બેગની ઉંચાઇ 55 સે.મી., લંબાઇ 40 સે.મી, પહોળાઇ 20 સે.મીથી વધારે ન હોવી જોઇએ. જો તમારી પાસે એકથી વધારે બેગ હશે તો તમારે ચેક-ઇન કરવું પડશે અને વજન વધારે હશે તો વધારાનો ચાર્જ ચૂકવવો પડશે.

