fbpx

એક ઇન્સ્ટા રીલે ગુજરાતના યુવાનની જિંદગી બદલી નાંખી, મોટી બ્રાન્ડ બનાવી

Spread the love

ગુજરાતના ગોંડલમાં રહેતા એક છોકરાએ ભીંડાનો ઉપયોગ કરીને આજે મોટી બ્રાન્ડ બનાવી દીધી છે. એક ઇન્સ્ટાગ્રામ રીલમાં આ યુવાને ભીંડાના ફાયદા વિશે જાણકારી મેળવી હતી. ભીંડાનો ઉપયોગ કરીને આ યુવાને સ્કીન કેર અને હેર કેરની બ્રાન્ડ બનાવી.

ગોંડલના યુવાનનું નામ યોગીન સોજીત્રાએ એક વખત રીલ જોઇ અને તેમાંથી ભીંડાનો ઉપયોગ કરીને બિઝનેસ કરવાનો આઇડિયા આવ્યો.યોગીન ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિશનમાંથી ડિપ્લોમાં કર્યું છે અને તેનો પરિવાર વર્ષોથી તંબાકુનો બિઝનેસ સાથે જોડાયેલો છે.યોગીને પહેલેથી નક્કી કર્યુ હતું કે મારે નોકરી કરવી નથી, કરીશ તો બિઝનેસ જ.

ભીંડા વિશે તેણે દોઢ વર્ષ રિસર્ચ કર્યું અને 2023માં કઝીન બ્રધર સાથે અલારા નામથી બિઝનેસ શરૂ કર્યો. પરંત મે 2024માં કઝીન બ્રધરનું અવસાન થયું. યોગીને થોડા મહિના ધંધો બંધ કરી દીધો હતો, પરંતુ ફરી પાછું મન મકક્મ કરીને બિઝનેસ ચાલું રાખ્યો.

error: Content is protected !!