fbpx

આ કારણે સલમાન ખાનની ‘સિકંદર’નું ટીઝર રીલિઝની તારીખ બદલાઈ

Spread the love

જ્યારથી બોલિવૂડના દબંગ સલમાન ખાનની આગામી ફિલ્મ સિકંદરની જાહેરાત થઈ છે, ત્યારથી ચાહકો તેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. તાજેતરમાં જ નિર્માતાઓએ તેનું ફર્સ્ટ લૂક પોસ્ટર જાહેર કર્યું, જેણે દેશભરમાં હલચલ મચાવી દીધી. ત્યારપછી જાહેરાત કરવામાં આવી હતી કે, ટીઝર 27 ડિસેમ્બરે સલમાનના જન્મદિવસના અવસર પર રિલીઝ કરવામાં આવશે. પરંતુ ભૂતપૂર્વ PM ડૉ.મનમોહન સિંહના નિધનના કારણે તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે, ફિલ્મનું ટીઝર એક દિવસ પછી મોકૂફ રાખવામાં આવ્યું હતું.

‘સિકંદર’ના મેકર્સ, નડિયાદવાલા ગ્રાંડસને અગાઉ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે ‘સિકંદર’નું ટીઝર 28મી ડિસેમ્બરે સવારે 11.07 વાગ્યે રિલીઝ થશે. પરંતુ આમાં ફરી એકવાર ફેરફાર થયો છે. ડો.મનમોહન સિંહના અંતિમ સંસ્કારને કારણે મેકર્સે ફિલ્મનું ટીઝર ફરી મોકૂફ રાખ્યું છે. હવે ટીઝર 28મી ડિસેમ્બરે સાંજે 4.05 કલાકે રિલીઝ થશે. મેકર્સે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું છે કે સિકંદરનું ટીઝર લૉન્ચ થવામાં વિલંબ થઈ રહ્યો છે.

નડિયાદવાલા ગ્રાંડસને પોસ્ટમાં લખ્યું, ‘જેમ કે દેશ ડૉ. મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે, અમે સિકંદરનું ટીઝર લૉન્ચ કરવાનું ફરી શેડ્યૂલ કર્યું છે. હવે તેને આવતીકાલે 28 ડિસેમ્બરે સાંજે 4:05 વાગ્યે લૉન્ચ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ વખતે, જ્યારે આખો દેશ ડૉ. મનમોહન સિંહને શ્રધ્ધાંજલી અને સમ્માન આપી રહ્યો છે, ત્યારે અમે પણ તેમની સાથે ઉભા છીએ, તમારી બેકરારી અને સમજદારી માટે આભાર, તમારા માટે ટીઝરની રાહ જોવી યોગ્ય સાબિત થશે.’

સલમાન ખાન ઈદ 2025 પર સાજિદ નડિયાદવાલા અને A.R. મુરુગદાસ ડાયરેક્ટ ફિલ્મ સિકંદરથી કમબેક કરવા માટે તૈયાર છે. ‘એનિમલ’ અને ‘પુષ્પા 2’ સ્ટાર રશ્મિકા મંદન્ના પણ તેમાં જોવા મળશે. તેણે પહેલીવાર સલમાન સાથે જોડી બનાવી છે. બંનેની નવી જોડીને સ્ક્રીન પર જોવા માટે ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે.

ભારતના ભૂતપૂર્વ PM મનમોહન સિંહનું ગુરુવારે (26 ડિસેમ્બર) દિલ્હીની AIIMS હોસ્પિટલમાં નિધન થયું હતું. તેઓ લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી પીડાતા હતા. તેમની તબિયત બગડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

error: Content is protected !!