fbpx

પૂર્વ PM ડૉ.મનમોહન સિંહના નિધનથી પાકિસ્તાનના ગામમાં કેમ શોકનું વાતાવરણ?

Spread the love

ગાહ નામનું ગામ પાકિસ્તાનમાં ઇસ્લામાબાદથી 100 Km દક્ષિણ-પશ્ચિમમાં આવેલું છે. આ ગામમાં કોઈનું મૃત્યુ થયું નથી, છતાં અહીં શોક મનાવવામાં આવી રહ્યો છે. શુક્રવારની નમાજ અદા કર્યા પછી, ગામના રહેવાસીઓ ભૂતપૂર્વ ભારતીય PM ડૉ. મનમોહન સિંહના નિધન પર શોક વ્યક્ત કરવા માટે પાકિસ્તાની નેતા રાજા મોહમ્મદ અલીના ઘરે ભેગા થયા હતા. શોક સભામાં ભાગ લેનારા લોકોએ ડૉ. સિંહને ગામના અગ્રણી વ્યક્તિ ગણાવ્યા. મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, ગામના રહેવાસી રાજા આશિક અલીએ કહ્યું, ‘આજે અમે ગામના પ્રમુખને ગુમાવી દીધા છે.’

ડો.મનમોહન સિંહનો જન્મ ભારતના ભાગલા પહેલા પાકિસ્તાનના પ્રદેશમાં થયો હતો. તેમનો જન્મ 26 સપ્ટેમ્બર 1932ના રોજ હાલના પાકિસ્તાનના ચકવાલ જિલ્લાના ગાહ ગામમાં થયો હતો. તેમની પત્ની ગુરશરણ કૌર કોહલીનું મૂળ ગામ ધક્કુ પણ ચકવાલ જિલ્લામાં છે. જો કે, ધક્કુ ગામમાં ગુરશરનને કોઈ ઓળખતું નથી, કારણ કે 1947ના ભાગલા વખતે તે માત્ર 10 વર્ષના હતા. જ્યારે મનમોહન સિંહ 2004માં PM બન્યા ત્યારે ધક્કુ અને ગાહ બંને ગામ ચર્ચામાં આવ્યા હતા.

ગામના લોકોને આશા હતી કે મનમોહન સિંહ અને ગુરશરણ કૌર ચકવાલ આવશે. ધક્કુ ગામની મહિલાઓએ મહેમાનોને ભેટ આપવા માટે ખજૂર અને સળિયાના પાનથી બનેલી ટ્રે તૈયાર કરવાનું શરૂ કર્યું હતું. પરંતુ આવું ન થયું. 2008માં, મનમોહન સિંહના સહાધ્યાયી રાજા મોહમ્મદ અલી દિલ્હી ગયા, જ્યાં તેઓ તેમના મિત્ર અને કૌરને મળ્યા. રાજા અલીએ આમ તેમ કરીને પૈસા ભેગા કરીને ભારતના પ્રવાસ માટે ભંડોળની વ્યવસ્થા કરી. પરંતુ ગાહના અન્ય છ સહપાઠીઓ પૈસાના અભાવે દિલ્હી આવી શક્યા ન હતા.

મીટિંગ દરમિયાન બંને મિત્રોએ એકબીજાને ભેટ આપી હતી. ત્યાર પછી અલીનું મૃત્યુ થયું હતું. પરંતુ તેમના ભત્રીજા રાજા આશિક અલી મનમોહન સિંહની મુલાકાતની રાહ જોતા રહ્યા. શુક્રવારે યોજાયેલી બેઠકમાં રાજા આશિક અલીએ યાદ કર્યું કે, 2004માં ડૉ. સિંહના 12 મિત્રો જીવિત હતા. તેમણે કહ્યું કે, ડો. સિંહના PM બનવાથી ગ્રામવાસીઓ ખૂબ જ ખુશ હતા. તેમણે કહ્યું, ‘ડો. સાહેબના PM બન્યા પછી અમે ગાહ ગામમાં રસ્તા, શાળા અને સોલાર લાઇટની સુવિધા જોઈ.’

Leave a Reply

error: Content is protected !!