fbpx

પ્રાંતિજ ના પિલુદ્રા ખાતે રાષ્ટ્રીય સેવા યોજના શિબિર નું આયોજન

પ્રાંતિજ ના પિલુદ્રા ખાતે રાષ્ટ્રીય સેવા યોજના શિબિર નું આયોજન
– સાત દિવસીય શિબિર નુ આયોજન
– શિબિરાર્થીઓ દ્રારા સ્વચ્છતા , પ્રભાવ ફેરી , જન જાગૃતિ સહિત ના કાર્યકમો યોજાશે
– સરપંચ સહિત ગ્રામ આગેવાનો ઉપસ્થિત રહ્યા
             


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે આવેલ શ્રીમતી એમ.સી.દેસાઇ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દ્રારા રાષ્ટ્રીય સેવા યોજના દ્રારા ઓયોજીત સાત દિવસ ની શિબિર નુ પ્રાંતિજ ના પિલુદ્રા  ખાતે  પ્રાંરભ કરવવામા આવ્યો


પ્રાંતિજ તાલુકા ના પિલુદ્રા ખાતે રાષ્ટ્રીય સેવા યોજના (N.S.S) શિબિર નુ પ્રાંતિજ ખાતે આવેલ શ્રીમતી એમ.સી.દેસાઇ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દ્રારા આયજન કરવામા આવ્યુ છે જેમા આ શિબિર તા.૬|૧|૨૦૨૫ થી ૧૨|૧|૨૦૨૫ સાત દિવસ સુધી પીલુદ્રા ખાતે યોજાશે જેમા શિબિર નો પ્રારંભ  ગામના સરપંચ તથા ગામઆગેવાનો દ્રારા કરવામા આવ્યો હતો તો આ શિબિર મા ૭૧ સ્વયંસેવકોએ ભાગલીધો છે અને આ વાર્ષિક શિબિર માં સેવાકીય પ્રવૃત્તિઓ , શિક્ષણ સાથે સમાજ ઉપયોગી સેવાઓ અને શિબિર દરમ્યાન પ્રભાત ફેરી , યોગા , માર્ગ સલામતી , સ્વચ્છતા અભિયાન , પર્યાવરણ , જળ સંરક્ષણ તેમજ જળ સંચય અને માર્ગદર્શન , નશાબંધી તથા કુરિવાજ નિવારણ , ફીટ ઈન્ડિયા , કુષિવિષયક સહિત  કાર્યક્રમો યોજાશે તો સાત દિવસ ચાલનાર શિબિર મા દરરોજ વિવિધ કાર્યક્રમ યોજાશે તો આ પ્રસંગે પિલુદ્રા સરપંચ સોમાજી મકવાણા , સુરેશભાઈ જોશી , ર્ડા.કાન્તીભાઇ પ્રજાપતિ , પ્રોફેસર રાજુભાઇ પંચાલ , સતિષભાઇ , ઇશ્વરભાઇ ઉપસ્થિત રહ્યા હતા તો પ્રોગ્રામ ઓફિસર ર્ડા.કેતનભાઇ મારકિયા , ગણેશભાઇ તથા કોલેજ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો

જીલ રાવલ પ્રાંતિજ 

Leave a Reply