fbpx

પ્રાંતિજ સુન્ની પટણી વ્હોરા જમાતની કારોબારી સભ્યો ની ચુંટણી યોજાઇ


પ્રાંતિજ સુન્ની પટણી વ્હોરા જમાતની કારોબારી સભ્યો ની ચુંટણી યોજાઇ
– સુન્ની પટણી વ્હોરા જમાતના ૯  કારોબારી સભ્યો ચૂંટાયા
             


   કૌમે બવાહીર સુન્ની પટણી વ્હોરા જમાત પ્રાંતિજના ૯ કારોબારી સભ્યો પસંદ કરવા માટે ગઈકાલે ચૂંટણી યોજાઈ હતી

જેમા નિષ્પક્ષ અને ન્યાયિક રીતે સમગ્ર ચૂંટણી સાંજે સંપન્ન થઇ હતી જેમા કુલ ૭૨૨ સભ્યોમાંથી ૫૦૯ સભ્યોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો જેની ગણતરી મોડી રાત્રી સુધી ચાલી હતી જેમાં  કારકુન જાહીદહુશેન અ.કરીમ- ૨૬૦ મત , જાફુવાલા અ.રહીમ ઈબ્રાહીમભાઈ- ૨૫૪,ગલીવાલા એહમદહુશેન અ.સત્તાર- ૨૫૨ ,  કારકુન આ.રહીમ ગુલામમોહંમદ -૨૫૦ , દલાલ નજીરએહમદ ઈબ્રાહીમભાઈ – ૨૪૪ , વ્હોરા મો.શફી અ.કાદર- ૨૪૧ , મુન્શી મો. નુર ફકીરમંહમદ -૨૩૯ ,  મારફતિયા તાહીરહુશેન અ.સત્તાર -૨૩૯ તથા  આખુંજીવાલા જમાલુદ્દીન મોં.યુનુસ ૨૩૬ મત મેળવી ચૂંટાઈ આવ્યા છે તો સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને સફળ બનાવવા મુખ્ય ચૂંટણી કમિશનર મો.શફી લાકડાવાલા , સહાયક અધિકારી રશીદભાઈ ચામડાવાલા તથા સમાજના સેવાભાવી નવયુવાનોએ  નિસ્વાર્થપણે આખો દિવસ ઉત્સાહભેર જહેમત ઉઠાવી હતી

જીલ રાવલ પ્રાંતિજ