પ્રાંતિજ કોલેજ ના અધ્યાપક ર્ડા.સતીષ પટેલ ને સંશોધન સહાય પ્રાપ્ત થઈ
– ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્રારા સંશોધન સહાય પ્રાપ્ત થઈ
– દોઢ લાખ રૂપિયા જેટલી માતબર રકમ ફાળવવામા આવી
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે આવેલ શ્રીમતી એમ.સી.દેસાઇ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ના અધ્યાપક ર્ડા સતીષ પટેલ ને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્રારા સંશોધન સહાય પ્રાપ્ત થઇ
ગુજરાતી ભાષા અને સાહિત્ય શ્રેત્રે ખૂબ નોંધપાત્ર કાર્ય કરતી ગુજરાત ની જાણીતી સંસ્થા ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્રારા ગુજરાતી ભાષા અને સાહિત્ય શ્રેત્રે સંશોધન માટે અરજીઓ મંગાવવામા આવી હતી જેમા સમગ્ર ગુજરાત માંથી ૨૨ જેટલા સંશોધકો નો શોધ પ્રકલ્પ મંજૂર કરવામા આવ્યો છે પ્રાંતિજ કોલેજ ના ગુજરાતી ના વિધાપ્રિય અને વિધાર્થી પ્રિય અધ્યાપક ર્ડા.સતીષ પટેલ ને પણ તેમના શોધ પ્રકલ્પ ” ભિલોડા તાલુકાના આદિવાસી ડુંગરી ગરાસિયા સમાજ નાં સંસ્કાર ગીતો એક અભ્યાસ માટે દોઢ લાખ રૂપિયા જેટલી માતબર રકમ ફાળવવામા આવી છે તો પ્રાંતિજ કોલેજ અને સમગ્ર હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ગૌરવ વધાર્યુ છે
જીલ રાવલ પ્રાંતિજ