fbpx

પ્રાંતિજ બીઝેડ ઓફીસ ખાતે સી.આઇ.ડી.ક્રાઈમ ની ટીમ પહોંચી

પ્રાંતિજ બીઝેડ ઓફીસ ખાતે સી.આઇ.ડી.ક્રાઈમ ની ટીમ પહોંચી
– દુકાન માલિક તથા આજબાજુના વેપારીઓનુ નિવેદન લેવામા આવ્યુ
– બીઝેડ ઓફીસ મા રહેલ ફોટો ફેમ સર્ટી સીઆઈડી લઈ ગઈ
– આરોપી એજન્ટ નિકેશ પટેલ ની ધરપકડ કરવામાટે સીઆઈડી ની કાર્યવાહી
       

સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે આવેલ બીઝેડ ઓફીસ ખાતે ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ બાદ ફરી સી.આઇ.ડી.ક્રાઈમ ટીમ દ્રારા દુકાન માલિક ને સાથે રાખીને ઓફીસ ના તાળા ખોલીને સર્ચ હાથ ધરાયુ હતુ અને દુકાન માલિક સહિત આજુબાજુ ના વેપારીઓ નુ નિવેદન લઈ ઓફિસ મા રહેલ ફોટો ફેમ સર્ટી જોડે લઈ ગયા


બીઝેડ ગ્રૂપનો સંચાલક ભૂપેન્દ્રસિંહ ઝાલા ઝડપાયા બાદ અનેક ખુલાસાઓ થઈ રહ્યાં છે જેમાં ઝાલા ઝડપાતા ફરીથી સી.આઇ.ડી.ક્રાઈમે પ્રાંતિજમાં ધામ નાખ્યા છે તો પ્રાંતિજ માં રાતોરાત બીઝેડ ઓફિસનું બોર્ડ ઉતરી ગયું છે અને સી.આઇ.ડી.ક્રાઈમે આસપાસની દુકાનદારોના નિવેદન લીધા છે અને બીઝેડ ઓફિસ ફરથી ખોલીને તપાસ હાથધરી હતી આરોપી એજન્ટ નિકેશ પટેલ હાલ ફરાર છે અને નિકેશ પટેલ પ્રાંતિજ બ્રાંચનું સંચાલન કરતો હોવાની વાત સામે આવી છે પ્રાંતિજ ની બીઝેડની ઓફીસ ફરીથી ખોલીને સીઆઈડી ટીમ દ્વારા દુકાન માલિકનું ફરીથી નિવેદન લેવામાં આવ્યું છે અને અન્ય લોકોની પણ પૂછપરછ કરવામાં આવી છે દુકાનમાં કોણ આવતુ હતુ અને કોણ જતું હતુ કયારે દુકાન ખુલતી હતી અને બંધ થતી હતી તેને લઈ તપાસ હાથધરી છે મુખ્ય એજન્ટ નિલેશ પટેલ ફરાર થઈ ગયો છે જેને લઈ સીઆઈડી ક્રાઈમ તપાસ કરી રહી છે બીઝેડ ગ્રૂપની પ્રાંતિજમાં જે જગ્યાએ ઓફિસ છે તેની આસપાસ જેટલી દુકાનો આવેલી છે તે લોકોના પણ નિવેદન લેવામાં આવ્યા છે ત્યારે શિક્ષણ વિભાગ પાસે ચાર શિક્ષકના રોકાણની ખુલી વિગત હવે સીઆઈડી ક્રાઇમની તપાસમાં ૬૨ શિક્ષકોના નામ ખુલતા શિક્ષણ વિભાગ હડકંપ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે મહાઠગની માયાજાળમાં ૬૨ શિક્ષકોનું રોકાણ હોવાનું સામે આવ્યું છે જેમાં સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાંથી ૬૨ શિક્ષકો દ્વારા ભુપેન્દ્ર ઝાલા ની વિવિધ સ્ક્રિમ અંતર્ગત રોકાણ કરવામાં આવ્યું છે ભુપેન્દ્ર ઝાલાના રિમાન્ડ દરમિયાન શિક્ષકોના મોટા પાયે રોકાણનો થયો ખુલાસો થયો છે શિક્ષકો બધા પાસે રોકાણ કરાવતા હોવાની વાત સામે આવી છે મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાની પૂછપરછમાં મોટા ખુલાસા થયા છે  જેમાં  સાત બેંકોના ખાતાઓમાં નાણાંની હેરાફેરીની વિગતો ખુલી છે બીઝેડ માં મોટું રોકાણ કરનાર અને રોકાણકારોના નામ ખૂલ્યાં છે એક કરોડથી વધુ રકમના રોકાણકારોના નામ ખૂલ્યાં છે આરોપી ભૂપેન્દ્રસિંહ મોટા રોકાણકારો સાથે ઘરોબો રાખતો હતો અને ભૂપેન્દ્રસિંહના મોબાઇલથી પોલીસને મળી શકે છે વધુ પૂરાવા તો પોલીસે ખાતાઓમાં જમા થયેલા નાણાં , વ્યવહારોની વિગતો પણ મંગાઈ છે તેવુ જાણવા મલી રહ્યુ છે

જીલ રાવલ પ્રાંતિજ