fbpx

પોશીના ખાતે સર્જન ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા વિના મૂલ્યે નેત્ર નિદાન- સારવાર કેમ્પ યોજાયો  

પોશીના ખાતે સર્જન ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા વિના મૂલ્યે નેત્ર નિદાન- સારવાર કેમ્પ યોજાયો  
– પોશીના  સહિત આજુબાજુ માંથી 528 દર્દીઓએ લાભ લીધો  
– 257 વ્યક્તિઓએ રાહત દરે ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું  
– 116 દર્દીઓનું મફત મોતીયા નું તથા વેલ નું  ઓપરેશન કરી આપવામાં આવશે
       


સાબરકાંઠા જિલ્લાના પોશીના  ખાતે સર્જન ફાઉન્ડેશન દ્વારા વર્ષ નો 12 મો વિનામૂલ્યે નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાયો જેમાં પોશીના  ગામ સહિત આજુબાજુમાં રહેતાં દર્દીઓએ  લાભ લીધો હતો

 
પોશીના ખાતે આવેલ રેફરલ હોસ્પિટલ ખાતે સર્જન ફાઉન્ડેશન અમદાવાદ આયોજિત વર્ષ નો 12 મો  વિનામૂલ્યે નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો જેમાં પોશીના  ગામ સહિત આજુ બાજુમાં રહેતાં ગોમામાથી કુલ-528 દર્દીઓએ સેવાનો લાભ લીધો હતો અને 257 વ્યક્તિઓને રાહત દરે ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું જયારે 116  મોતીયાના તથા વેલના  દર્દીઓને ઇડર ખાતે આવેલ આત્મવલ્લભ હોસ્પિટલ ખાતે વિનામુલ્યે ઓપરેશન સહિત દર્દીઓને રહેવા જમવા તથા લાવવા લઇ જવા સુધી ની સગવડ પણ પુરી પાડવામાં આવશે તો સમગ્ર કેમ્પનું સફળ આયોજન સંસ્થાનાં પ્રોજેકટ ઓફિસર અશોકભાઇ પરમાર  કરવામાં આવ્યું હતું  તો કેમ્પ ને સફળબનાવવા માટે આંખ ના મદદનીશ ની ટીમ તથા હોસ્પિટલ નો સ્ટાફ નોંધનીય કામગીરી કરવામા આવી હતી

જીલ રાવલ પ્રાંતિજ