fbpx

શું BJP વોર્ડ-તાલુકા પ્રમુખની પસંદગીમાં 40 વર્ષ ઉપરના કાર્યકરની પસંદગી નહીં કરે?

ગુજરાત ભાજપમાં જ્યારે સંગઠન પર્વની ઉજવણીની શરૂઆત કરવામાં આવી ત્યારે પ્રદેશ કક્ષાએથી કહેવામાં આવ્યુ હતું કે, વોર્ડ અને તાલુકા પ્રમુખની પસંદગીમાં 40 વર્ષની ઉપરના કાર્યકરોની પસંદગી ન કરવી. મતલબ કે વોર્ડ-તાલુકા પ્રમુખ બનવા માટે 40 વર્ષની વય મર્યાદા નક્કી થઇ હતી. પરંતુ આ મામલે ભારે હોબાળો મચી જતા ગુજરાતના મહામંત્રી રત્નાકરે ચોખવટ કરવી પડી છે.

વોર્ડ-તાલુકા પ્રમુખ માટે ઉંમરની વય મર્યાદાને કારણે કેટલાંક કાર્યકરોએ તેમના જન્મ પ્રમાણપત્રમાં તારીખો બદલીને દાવેદારી કરવા માંડી હતી. શનિવારે ગાંધીનગરના કમલમમાં સી આર પાટીલને અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં રત્નાકરે કહ્યુ કે, વય મર્યાદા માત્ર પ્રાથમિક બાબત હતી. પસંદગી માટેનો મુખ્ય માપદંડ નહોતી. યોગ્ય ઉમેદવાર માટે ઉંમરમાં બાંધછોડ કરવામાં આવશે.પક્ષમાં સક્રીય કાર્યકર હશે તો પણ આ વાત ધ્યાનમાં રાખવામાં આવશે.