fbpx

ભાવનગરની છોકરીએ અલ્લુ અર્જૂનને પુષ્પા-2માં ડાન્સના સ્ટેપ્સ શીખવાડ્યા

અલ્લુ અર્જૂન અભીનિત પુષ્પા-2 બોક્સ ઓફિસ પર ધૂમ કમાણી કરી રહી છે, પરંતુ આ ફિલ્મમાં એક ગુજરાતી છોકરીના યોગદાનની પણ ચર્ચા છે. પુષ્પા અને પુષ્પા-2માં અલ્લુ અર્જૂનને ડાન્સના સ્ટેપ્સ શીખવાડનારી ઉર્વશી ચૌહાણ મુળ ભાવનગરના મહુવાની છે.

ઉર્વશી ડાન્સ કોરીયોગ્રાફર છે અને તેને લોકો ઉર્વશી અપ્સરા તરીકે ઓળખે છે. ઉર્વશીના પિતા ઓટોમાબાઇલ બિઝનેસમા છે અને પરિવાર ભાવનગરથી મુંબઇ સ્થાયી થયો છે.

ઉર્વશીએ પુષ્પામાં ઉં અટવા ગીત પર અને પુષ્પા -2માં કિસીક ગીત પર અલ્લુને ડાન્સ શીખવાડ્યો છે. તેણી ગણેશ આચાર્યની આસિસ્ટન્ટ કોરીયોગ્રાફર છે.

ઉર્વશીએ 2016થી પોતાની કેરિયર શરૂ કરી જ્યારે તેણે મુંબઇના એક ડાન્સ શોમાં ભાગ લીધો હતો અને સેકન્ડ રનર-અપ બની હતી. એ પછી તેણે અનેક રિયાલીટી શોમાં ભાગ લીધો છે.