પ્રાંતિજની સંસ્કાર વિધાલયમાં તેજસ્વી છાત્રોને ઈનામો સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
– સ્કુલ દ્રારા સુંદર આયોજન કરવામા આવ્યુ હતુ
પ્રાંતિજ ખાતે સુન્ની મુસ્લિમ વ્હોરા એજ્યુકેશન એન્ડ વેલ્ફેર સોસાયટી સંચાલિત સંસ્કાર વિધાલયના પટાંગણમાં સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત તેજસ્વી વિદ્યાર્થીઓનાં ઈનામ વિતરણનો વાર્ષિકોત્સવ યોજાયો હતો જેમા જુદી જુદી જમાતોના હોદ્દેદારો સહિત મોટીસંખ્યામાં વાલી -વાલેદાઓ હાજર રહ્યા હતાં
પ્રારંભમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તિલાવતે કુરઆન અને દુઆ બાદ સંસ્કાર વિધાલયના આચાર્ય અબ્દુલ્લાભાઈ વ્હોરાએ સ્વાગત પ્રવચન સાથે શાળાની કામગીરી રજૂ કરી હતી તો શાળા સંચાલક ટ્રસ્ટ એસ.એમ.વી.સોસાયટીના પ્રમુખ સોએબભાઈ કટલેરીવાલાએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું કે, શિક્ષણ જ માનવીના જીવનમાં સક્ષમતા અને સધ્ધરતા બક્ષે છે સંસ્કાર વિધાલયના નાના ભૂલકાંઓએ સમુહ દુઆ, નજમ,અભિનય ગીત, બોધદાયક નાટક તો લાક્ષણિક શૈલીમાં વક્તવ્યો રજૂ કર્યા હતાં.જેને સૌ હાજરજનોએ તાળીઓના ગડગડાટથી વધાવ્યાં હતા આ પ્રસંગે ખાસ આમંત્રિત સિંધિવાડા જમાતના પ્રમુખ મો.હનીફ બેલીમ,બહારકોટ જમાતના ઉપપ્રમુખ ઐયુબભાઈ , મનસુરી જમાતના પ્રમુખ સમીરભાઈ મનસુરી,અશરફી જમાતના પ્રમુખ રફીકભાઈ સુમરા, સુન્ની પટણી વ્હોરા જમાતના પ્રમુખ જાવિદહુશેન કારકુન, શાળામાં મેન્ટર તરીકે સેવા આપતાં રિયાઝખાન પઠાણ તથા એસ.એમ.વી. સોસાયટીના હોદ્દેદારો, શાળાની શિક્ષિકા બહેનોના હસ્તે સંસ્કાર વિધાલયના કે.જી.થી ધો.૧૦ ના પ્રથમ ત્રણ સ્થાને આવેલ તેજસ્વી છાત્રોને ઈનામો આપવામાં આવ્યા હતા તો સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાની શિક્ષિકા બહેનો સાહિસ્તાબેન દલાલ તથા જસ્મીનબેન ચામડાવાલાએ સંભાળ્યું હતું.તો સમગ્ર પ્રોગ્રામને સફળ બનાવવા મંડળના સભ્યો તથા શાળના સ્ટાફે જહેમત ઉઠાવી હતી. અંતમાં આભારવિધિ શિક્ષિકા દર્શનાબેન પટેલે કરી હતી
જીલ રાવલ પ્રાંતિજ