ગુજરાત સરકારે નવા વર્ષના પહેલા દિવસે નવી ભેટ આપી છે. ગુજરાતને એક નવો જિલ્લો આપવામાં આવ્યો.ગુજરાત સરકારની કેબિનેટ બનાસકાંઠા જિલ્લાના વિભાજનને મંજૂરી આપી છે. હવે બનાસકાંઠાને તોડીને બે જિલ્લા બનશે એક બનાસકાંઠા અને બીજો નવો જિલ્લો બનશે થરાદ. થરાદ એ ઉદ્યોગકાર ગૌતમ અદાણીનું પૈતૃક ગામ છે.
બનાસકાંઠામાં કુલ 14 તાલુકા છે અને તેમાંથી 8 તાલુકાનો થરાદમાં સમાવેશ કરવામાં આવશે અને 6 તાલુકા બનાસકાંઠામાં રહેશે.થરાદમાં કૃષિ યુનિવર્સિટી, ખાનગી કોલેજ જેવી અનેક મહત્ત્વની સંસ્થા આવેલી છે.
ગુજરાત સરકારે 9 નગર પાલિકાઓને મહાનગર પાલિકાનો દરજજો આપવાની પણ જાહેરાત કરી છે. મહેસાણા, મોરબી, ગાંધીધામ, આણંદ, નવસારી, સુરેન્દ્રનગર, વાપી, નડીયાદ, પોરબંદર હવે મહાનગરપાલિકા બનશે.