fbpx

બિહારમાં રાજકારણ ગરમાયું, શું નીતિશ ઇન્ડિયા ગઠબંધનમાં જશે?

બિહારમાં અત્યારે ઠંડીની મૌસમ છે પણ રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે શું નીતિશ કુમાર ફરી એક વાર પલટી મારવાની તૈયારી કરી રહ્યા છે? આ ચર્ચા એટલા માટે ઉભી થઇ, કારણકે તાજેતરમાં દિલ્હી ગયેલા નીતિશ કુમારને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ મુલાકાત નહોતી આપી અને તેમણે વિલે મોઢે બિહાર પાછું આવી જવું પડ્યું છે.

 છેલ્લાં કેટલાંક દિવસોના સંકેત પણ એવું બતાવી રહ્યા છે કે નીતિશ કોઇ રમત કરવાના છે. થોડા દિવસ પહેલા RJDના એક નેતાએ કહ્યું હતું કે, નીતિશ જો NDA છોડીને પાછા ઇન્ડિયા ગઠબંધનમાં આવશે તો તેમનું સ્વાગત છે.

ડો.બાબા સાહેબ આંબેડકર વિશે અમિત શાહના નિવેદનના વિવાદમાં પણ નીતિશે કોઇ સ્ટેટમેન્ટ નહોતું આપ્યું.