fbpx

રોકાણકારોને 95 ટકા રિટર્નનું વચન આપનારી મહિલાને સેબીએ 19 લાખનો દંડ કર્યો

Spread the love

સિક્યોરીટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)એ ઇંદોરની સાંઇ પ્રોફિશીયન્ટ રિસર્ચ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરીને 19 લાખ રૂપિયાનો દંડ ફટાર્યો છે. સેબીએ આ દંડ રોકાણકારોને છેતરવા, વળતરના અવાસ્તવિક વચનો અને ડઝનબંધી નિયમનકારી પગલાના ભરવા બદલ લગાવ્યો છે.

સેબીના ઓર્ડરમાં કહેવામાં આવ્યું છે કે સાંઇ પ્રોફિશીયન્ટ રિસર્ચ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરીની પ્રોપાઇટર તરીકે મીશીકા વિશ્વકર્મા છે અને તેણે રોકાણકારોને 95 ટકા વળતર આપવાનું વચન આપ્યું હતું.

સેબીએ જ્યારે તપાસ કરી તો આ કંપની પાસે કોઇ KYCના દસ્તાવેજ નહોતા, સેબી સાથે રજિસ્ટ્રેશન નથી કરાવ્યું અને આવા અનેક દસ્તાવેજો જાહેર કરી શક્યા નહોતા.

સેબીના અધિકારી બર્નાલી મુખરજીએ લખ્યું છે કે, આ કંપની પાસે કોક એન્ડ બુલ સ્ટોરી સિવાય કશું નહોતું.

error: Content is protected !!