fbpx

અમરેલીમાં પોલીસે પાટીદાર દીકરીનું સરઘસ કેમ કાઢ્યું, જાણો શું છે આખો મુદ્દો

અમરેલીમાં અત્યારે લેટરકાંડ ગાજેલો છે અને કોંગ્રેસના નેતાઓ ગુસ્સામાં છે. વાત એમ બની છે કે,  ગુજરાત ભાજપમાં અત્યારે સંગઠન પર્વ ચાલી રહ્યું છે અને વોર્ડ પ્રમુખ, તાલુકા પ્રમુખ અને જિલ્લા પ્રમુખો માટે ફોર્મ ભરાઇ રહ્યા છે.

કોંગ્રેસમાંથી તાજેતરમાં ભાજપમાં આવેલા અને ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરીયા ગ્રુપના ગણાતા ચેતન ધાનાણીએ તાલુકા પ્રમુખ માટે દાવેદારી નોંધાવી જેને કારણે ભાજપના જૂના કાર્યકર અને દિલીપ સંઘાણી ગ્રુપના મનાતા મનીષ વઘાસિયા નારાજ થયા હતા અને મનિષ પર આરોપ છે કે તેણે તાલુકા પંચાયત પ્રમુખનું ફેક લેટર હેડ બનાવીને કૌશિક વેકરીયા વિરુદ્ધ ગંભીર આરોપો લગાવીને પત્ર પ્રદેશ ભાજપને મોકલ્યો હતો. આની જ્યારે પોલીસ ફરિયાદ થઇ ત્યારે પોલીસે મનીષની ઓફીસમાં નોકરી કરતી પાયલ નામની છોકરીને રાત્રે 12 વાગ્યે ઘરેથી ઉઠાવી લીધી હતી અને સરઘસ કાઢ્યું હતું.

કોંગ્રેસ નેતા લલિત કગથરાએ કહ્યું કે, કે કુંવારી છોકરીનું સરઘસ કાઢવાનું હોય? તમારામાં તાકાત હોય તો ભૂપેન્દ્ર ઝાલા કે જેણે 6000 કરોડનું કૌભાંડ કર્યું છે તેનું સરઘસ કાઢો. કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે મુખ્યમંત્રી અને ખોડલધામના નેતા નરેશ પટેલને પત્ર લખીને નારાજગી વ્યકત કરી છે.