ક્વીક કોમર્સ જાયન્ટ ઝેપ્ટો, ઝોમેટો, બિસ્ટ્રો જેવી ઓનલાઇન ફુડ ડીલીવરી કંપનીઓ વચ્ચે 10 મિનિટમાં ફુડ ડિલીવરી કરવાની ર્સ્પધા જામેલી છે. પરંતુ હવે આ અલ્ટ્રા ફાસ્ટ સેવાને કારણે આરોગ્ય પર અસર થઇ રહી હોવાની ચર્ચા શરૂ થઇ છે.
ઓર્થોપેડીક સર્જન અને ન્યુટ્રીબાઇટ વેલનેસના સહ સ્થાપક મનન વોરાએ લિંકડેન પર લોકોને સમજાવ્યું છે કે, આટલો ઝડપી ખોરાક મળે તો કેન્સરનું જોખમ 12 ટકા અને હાર્ટ એટેકનું જોખમ 10 ટકા વધી જાય છે. આવો ઝડપી ખોરાક અલ્ટ્રા પ્રોસેસથી બનાવવામાં આવે છે.
ઉપરાંત ભારતના 27. ટકા વયસ્કને મોટાપાનું જોખમ ઉભું થઇ શકે છે. સુગર અને ડાયાબિટીસનું પ્રમાણ પણ વધી શકે છે.
આવા ફુડાં ટ્રાન્સ ચરબીનું પ્રમાણ ઉચ્ચ સ્તરે હોય છે એટલે હાર્ટ એટેકની શક્યતા વધી જાય છે.