પ્રાંતિજ ખાતે સર્જન ફાઉન્ડેશન દ્વારા તાલીમમાર્થી બહેનોને પ્રમાણ પત્ર વિતરણ કરવામાં આવ્યાં
– અત્યાર સુધીમાં ૧૫૦૦ બહેનોએ તાલીમ લીધી
– ૮૦૦ બહેનો હાલ તાલીમબાદ રોજગારી મેળવેલ છે
– ૩૯ બહેનો ને તાલીમ બાદ પ્રમાણ પત્ર વિતરણ કરવામાં આવ્યાં
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ સર્જન ફાઉન્ડેશન પ્રાંતિજ દ્વારા “જીવન કૌશલ્ય તાલીમ કેન્દ્ર” ખાતે તાલીમાર્થી બહેનોને પ્રમાણ પત્ર વિતરણ કરવામાં આવ્યાં .











પ્રાંતિજ ખાતે કાર્યરત સર્જન ફાઉન્ડેશન દ્વારા બહેનો ને વિવિધ રોજગાર લક્ષી તાલીમો આપી પગભર થવાના ઉદેશથી વર્ષ ૨૦૧૧-૧૨ મા ” જીવન કૌશલ્ય તાલીમ કેન્દ્ર “શરૂ કરવામાં આવ્યું હતું જેમાં સિવણ તાલીમ , બ્યુટી પાર્લર તાલીમ , હેન્ડીક્રાફટ ની તાલીમ અને કોમ્પ્યુટર જેવી તાલીમો દ્વારા આજ સુધીમાં કુલ-૧૫૦૦ બહેનો ને વિવિધ તાલીમો આપવામાં આવી જેમાંથી ૮૦૦ થી વધુ બહેનો અત્યારે રોજગારી મેળવી પગભર બની છે તો સેન્ટર ને ૧૩ વર્ષ પુરા થતાં હોઇ ૧૪ મા વર્ષ માં મંગલ પ્રવેશ અને તાલીમાર્થી બહેનો ને પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં આ પ્રસંગે સામાજિક કાર્યકર ર્ડા.રસિકભાઇ પરમાર ના પ્રમુખ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો અને તેવોના હસ્તે સિવણ તાલીમ વર્ગ ની ૨૫ , બ્યુટી પાર્લર અને હેન્ડીક્રાફટ ની ૧૪ મળી કુલ-૨૫ તાલીમાર્થી બહેનો ને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યાં હતાં તો આ કાર્યક્રમ ને સફળ બનાવવામાં સંસ્થાના પ્રોજેક્ટ ઓફિસર અશોકભાઈ પરમાર , બ્યુટી પાર્લર અને હેન્ડીક્રાફટ ઇન્સ્ટ્રકટર નેહાબેન ભટ્ટ , સિવણ તાલીમ વર્ગ ના ઇન્સ્ટ્રકટર શબાનાબાનું ધોરી તથા તાલીમાર્થી બહેનોએ નોંધનીય કામગીરી કરી હતી
જીલ રાવલ પ્રાંતિજ

