પ્રાંતિજ ખાતે સાંસદ ના ધરે સ્માર્ટ મીટર લગાવવામા આવ્યુ
– પ્રાંતિજ ખાતે સાંસદ ના ધરે થી સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરવામા આવી






સાબરકાંઠા- અરવલ્લી સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા ના ધરે સ્માર્ટ મીટર લગાવવા મા આવ્યુ તો સાંસદ દ્રારા સાબરકાંઠા-અરવલ્લી જિલ્લા ના લોકોને પણ સ્માર્ટ મીટર લગાવવા માટે અનુરોધ કર્યો
પ્રાંતિજ ખાતે સાબરકાંઠા-અરવલ્લી સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા ના નિવાસસ્થાને થી યુજીવીસીએલ પ્રાંતિજ પેટા વિભાગીય કચેરી દ્રારા સ્માર્ટ મીટર લગાવીને પ્રાંતિજ ખાતે શુભ શરૂઆત કરવામા આવી હતી તો આ પ્રસંગે અધિક્ષક ઇજનેર વી.એસ.કટારા , કાર્ય પાલક ઇજનેર આર.ડી.વરસાત , નાયબ ઇજનેર આર.એમ.જયસ્વાલ , જૂનિયર ઇજનેર સાગર સોની , જૂનિયર ઇજનેર ઝેડ.આઇ.ઝાઝ સહિત વિજકંપની નો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો તો સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા દ્રારા પોતાના ધરે સ્માર્ટ મીટર લગાવડાવી સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના લોકો ને પણ સ્માર્ટ મીટર લગાવવા માટે અનુરોધ કર્યો હતો પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા , ભાજપ તાલુકા પ્રમુખ કલ્પેશભાઇ પટેલ , શહેર પ્રમુખ કુશવભાઇ બ્રહ્મભટ્ટ , પૂર્વ પ્રમુખ બળવંતભાઈ પટેલ , સંજયભાઇ પટેલ , જગદીશભાઇ કિંમત્રાણી , રસીદખાન , હાર્દિકભાઇ બ્રહ્મભટ્ટ , દિલીપભાઈ રાવળ , સહિત ભાજપ કાર્યકરો આગેવાનો તથા સોસાયટી ના રહીશો ઉપસ્થિત રહ્યા હતા
જીલ રાવલ પ્રાંતિજ

