fbpx

ભાજપના જ નેતાને મીટિંગ માટે ફાર્મ હાઉસ ન મળે આ કેવું?

ભારતીય જનતા પાર્ટી અંગ્રેજોની યાદ અપાવી રહી છે. વિરોધ કરનાર માટે એટલું પ્રેસર ઉભું કરે કે,લોકો પોતાની જગ્યા આપતા પણ ડરે છે. અમરેલીમાં પાટીદાર દીકરીના સરઘસની ઘટના પછી પાટીદારોમાં ભારે રોષ ફેલાયો અને સુરતમાં ભાજપના કાર્યકર અલ્પેશ કથીરીયાએ દીકરીના સમર્થનમાં એક મીટિંગ બોલાવી અને એક ફાર્મ હાઉસ નક્કી કર્યું, પરતુ છેલ્લી ઘડીએ ફાર્મ હાઉસના માલિકે ના પાડી દીધી અને અલ્પેશે ફાર્મ હાઉસની બહાર મીટિંગને સંબોધી. લગભગ 500 માણસો ભેગા થઇ ગયા હતા.

વિરોધ પક્ષ વિરોધ કરે તો ભાજપ પુરુ દબાણ કરે છે, પરંતુ આ તો ભાજપનો પોતાનો કાર્યકર હતો છતા ફાર્મ હાઉસમાં મીટિંગ ન કરવા દીધી.દેશમાં વાણી સ્વાતંત્ર્યનો બંધારણીય અધિકાર છે, પરંતુ ભાજપે આ હક છીનવી લીધો છે.

Leave a Reply