પ્રાંતિજ અવરઓન હાઇસ્કુલ નુ ગૌરવ
– બોલી બોલ સ્પર્ધા મા ભાઇઓ તથા બહેનો ની ટીમ ચેમ્પિયન
– તાલુકા કક્ષાએ બન્ને ટીમો ચેમ્પિયન થઈ
– સંસ્થા ના મંત્રી દ્રારા અભિનંદન પાઠવવામા આવ્યા
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના અવરઓન હાઇસ્કુલ ખાતે સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત અંતર્ગત ખેલ મહાકુંભ ૩.૦ ની વોલીબોલ સ્પર્ધા તાલુકા કક્ષાની અવરઓન હાઇસ્કુલ ખાતે યોજાઈ હતી જેમા પ્રાંતિજ તાલુકાની સ્કુલો માંથી વિવિધ ટીમો ઉપસ્થિત રહી હતી તો વોલીબોલ સ્પર્ધા મા અવરઓન હાઇસ્કુલ ના ભાઇઓ ની ટીમ તથા બહેનોની ટીમ ચેમ્પિયન થઈ હતી તો સંસ્થાના મંત્રી રઇશભાઇ કસ્બાતી તથા શાળાના આચાર્ય દ્રારા બન્ને ટીમના વ્યાયામ શિક્ષકો તથા ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા
જીલ રાવલ પ્રાંતિજ