સુરત થી ઉદેપુર લગ્ન મા જઇ રહેલ લક્ઝરી બસ મા આગ લાગી
પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પાસે લક્ઝરી બસનું ટાયર ફાટતા બસ મા આગ લાગી
– લગઝરીમાં આગ લાગી ૫ બાળકો સહિત ૪૨ મુસાફરો નો આબાદ બચાવ .
– પ્રાંતિજ-હિંમતનગર ફાયર બ્રિગેડ ટીમ ધટના સ્થળે દોડી આવી આગ હોલવી
– મુસાફરોના કિમતી કપડા ધરેણા સહિત નો સરસામાન બળી ને ખાખ
– ફાયર ટીમ સાથે એમ્બ્યુલન્સ ની ટીમ પણ તાત્કાલીક ધટના સ્થળે દોડી આવી
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના કતપુર ટોલનાકા પાસે આજે સવારે સુરત થી ઉદેપુર જતી લક્ઝરી બસમાં ટાયર ફાટયા બાદ આગ લાગી હતી.પ્રાંતિજ અને હિંમતનગર ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી.આગ લાગતા પાંચ બાળકો સહિત ૪૨ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો જ્યારે આગ મા મુસાફરો નો સર સમાન બળીને ખાખ થઈ ગયો હતો આગ લાગવાને લઈને પ્રાંતિજ અને હાઇવે ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી ને ટ્રાફિક નું સંચાલન કર્યું હતું
સુરત ના અડાજણ વિસ્તાર માંથી ૪૦ મુસાફરો ભરી ને ઉદેપુર ખાતે લગ્ન પ્રસંગ મા નિકળેલ લક્ઝરી બસ જેમા ૧૫ મહિલાઓ તથા ૨૦ પુરૂષો અને ૫ બાળકો તથા ડ્રાઇવર કંડક્ટર સહિત ૪૨ લક્ઝરી બસ અમદાવાદ-હિંમતનગર નેશનલ હાઈવે-૪૮ પ્રાંતિજ ના કતપુર ટોલટેક્સ પાસે થી શનિવારે તારીખ-૪|૧|૨૦૨૫ ના રોજ વહેલી સવારે ૬.૧૫ કલાકે પ્રસાર થઈ રહી હતી તે દરમ્યાન અચાનક લગઝરી બસનું પાછળનું ટાયર ફાટ્યું હતું અને ત્યારબાદ અચાનક બસમાં આગ લાગી હતી જેને લઈને અફડા તફડી નો માહોલ સર્જાયો હતો જોકે સમય સૂચકતા થી તમામ મુસાફરો બસ બહાર નીકળી ગયા હતા મુસાફરો ની સામે જોત જોતામાં લક્ઝરી બસ આગમાં લપેટાઈ ગઈ હતી આ બનાવ અંગે પ્રાંતિજ પોલીસ અને હાઇવે ટ્રાફિકને જાણ થઈ હતી જેને લઈને સ્થળ પર પહોંચી હતી ત્યાર બાદ ટ્રાફિક વાળી દીધો હતો પ્રાંતિજ પોલીસ દ્વારા પ્રાંતિજ ફાયર વિભાગને જાણ કરાઈ હતી જેને લઈને ફાયર વિભાગ સ્થળ પર પહોંચી આગ પર પાણીનો મારો શરૂ કર્યો હતો અને બીજી તરફ બીજો કોલ હિંમતનગર ફાયર વિભાગને આપ્યો હતો જે વોટર બ્રાઉઝર સાથે ટીમ પણ સ્થળ પર પહોંચી હતી પ્રાંતિજ અને હિંમતનગર ફાયર વિભાગની ટીમે દોઢ કલાકની મહેનત બાદ ૧૪૦૦૦ હજાર થી વધુ લીટર પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી આગ બુઝાયા બાદ પ્રાંતિજ અને હાઇવે ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક સંચાલન કરી પૂર્વવત કર્યો હતો આમ સુરત થી ઉદેપુર લગ્ન પ્રસંગ મા જતા લોકોનો બચાવ થયો હતો જોકે આગમાં લપેટાયેલી લગઝરી બસ બળીને ખાખ થઈ હતી જેમાં મુસાફરોનો સરસામાન બળીને ખાખ થયો હતો તો તંત્ર દ્રારા તાત્કાલિક એમ્બ્યુલન્સ ને પણ બોલાઈ દેવામા આવી હતી
આગ હોલવા આવેલ ફાયરબ્રિગેડ ટીમ ના કેપ્ટન મુકેશભાઇ પરમાર ને સોનાની વીટી તથા સોનાનુ બ્રેસ્લેટ મળતા લક્ઝરી બસના મુળ માલિક ને પરત કર્યુ તો ફરજ સાથે સાથે તેવો ની ઇમાદારી જોવા મળી |
જીલ રાવલ પ્રાંતિજ