કશ્મીરમાં આર્ટિકલ 370 હટાવ્યા પછી કેન્દ્ર સરકાર મોટો નિર્ણય લેવા જઇ રહી છે જેનો સંકેત કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આપ્યો છે. દિલ્હીમાં ‘જમ્મુ-કશ્મીર એન્ડ લદાખ થ્રુ ધ એજીસ’ પુસ્તરના વિમોચન પ્રસંગે અમિત શાહ હાજર રહ્યા હતા. તેમણે કહ્યું કે, કશ્મીરનું નામ કશ્યપના નામ પરથી રાખવામાં આવી શકે છે.
કશ્મીર શબ્દની ઉત્પતિ સંસ્કૃત શબ્દ પરથી થઇ છે જેનો અર્થ થાય છે. કશ્યપ રૂષીની ભૂમિ. પૌરાણિક માન્યતાઓ મુજબ કશ્મીરનું નામ પહેલા કશ્યપ રૂષીના નામ પરથી હતું. કશ્યપ રૂષી એક સારસ્વત બ્રાહ્મણ હતા અને સપ્તિર્ષીઓમાના એક હતા.કશ્મીરી પંડિતો તેમના વશંજ હોવાનું માનવામાં આવે છે.
કશ્યપ માર પરથી કશ્મીર નામ પડ્યું હતું. કેન્દ્ર સરકાર કશ્મીરી પંડિતોને ફરીથી કશ્મીરમા વસાવવાની યોજના બનાવી રહ્યું છે.