fbpx

દુનિયાની સૌથી મોટી ડાયમંડ માઇન કંપની ડી બીયર્સ વેચવા કાઢી, સુરતને ફાયદો

Spread the love

દુનિયાની સૌથી મોટી ડાયમંડ માઇન કંપની ડી બીયર્સને વેચવા કાઢી છે.લંડન શેરબજારમાં લિસ્ટેડ એંગ્લો અમેરિકન કંપની ડી બીયર્સમાં 85 ટકા હિસ્સો ધરાવે છે. એંગ્લો અમેરિકને મે 2024માં ડી બીયર્સને વેચવાની જાહેરાત કરી હતી.

દરમિયાન ફાયનાન્શીઅલ ટાઇમ્સમાં એક ન્યૂઝ પ્રસિદ્ધ થયા છે કે, ડી બીયર્સ પાસે 2 બિલિયન ડોલર એટલે કે 17000 કરોડ રૂપિયાના રફ ડાયમંડ વેચાયા વગરનો સ્ટોક પડ્યો છે. હમણાં થોડા સમય પહેલાં જ ડી બીયર્સે રફ ડાયમંડના ભાવ 15 ટકા સુધી ઘટાડ્યા હતા.

સુરતને ફાયદો એ રીતે થશે કે દુનિયામાં બનતા 10 હીરામાંથી 9 હીરા સુરતમાં બને છે એટલે રફ ડાયમંડની સૌથી વધારે જરૂરિયાત સુરતને જ રહે છે. હવે જો ડી બીયર્સ પાસે આટલો મોટો સ્ટોક છે અને સસ્તામાં વેચવા કાઢશે તો સુરતના ડાયમંડ ઉદ્યોગકારોને સસ્તામાં રફ મળશે અને પોલિશ્ડ ડાયમંડ માર્કેટમાં વેચી શકશે. તો મંદી પણ દુર થઇ શકે છે.

error: Content is protected !!